ઑઇલ મંત્રાલય ભાવ ઊંચકાતાં ઉદ્યોગોમાંથી ગૅસને ડાયવર્ટ કરશે

12 August, 2022 04:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વધેલી ફાળવણી દેશમાં ઑટોમોબાઇલ માટે સીએનજી અને ઘરના રસોડામાં પાઇપવાળા રાંધણ ગૅસની ૯૪ ટકા માગને પહોંચી વળશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ઑઇલ મંત્રાલયે સીએનજી અને પાઇપ્ડ રાંધણ ગૅસના ભાવને નીચા લાવવા માટે ઉદ્યોગોમાંથી કુદરતી ગૅસને શહેરના ગૅસ વિતરણ ક્ષેત્ર તરફ વાળવાનો આદેશ આપ્યો છે જે આયાતી ઈંધણના ઉપયોગ પર ૭૦ ટકા જેટલો વધી ગયો છે.

ઑટોમોબાઇલ ઈંધણ સીએનજી અને ઘરગથ્થુ કિચન ગૅસ પીએનજીની વધતી માગને પહોંચી વળવા મોંઘા આયાતી એલએનજીનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યાના ત્રણ મહિના કરતાં ઓછા સમયમાં મંત્રાલયે ૧૦ ઑગસ્ટે શહેરી ગૅસની કામગીરી માટે સ્થાનિક રીતે ઉત્પાદિત ગૅસની સપ્લાય કરવાની જૂની નીતિ પર પાછી ફરી છે.

દિલ્હીમાં ઇન્દ્રપ્રસ્થ ગૅસ લિમિટેડ અને મુંબઈની મહાનગર ગૅસ લિમિટેડ જેવા સિટી ગૅસ ઑપરેટરો માટે ફાળવણી ૧૭.૫ મિલ્યન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસથી વધારીને ૨૦.૭૮ એમએમએસસીએમડી કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. વધેલી ફાળવણી દેશમાં ઑટોમોબાઇલ માટે સીએનજી અને ઘરના રસોડામાં પાઇપવાળા રાંધણ ગૅસની ૯૪ ટકા માગને પહોંચી વળશે.

business news oil prices indian oil corporation