આરકૉમના લૅન્ડર્સે અનિલ અંબાણી સહિત ચારનાં રાજીનામાં નામંજૂર કર્યાં

25 November, 2019 11:59 AM IST  |  Mumbai

આરકૉમના લૅન્ડર્સે અનિલ અંબાણી સહિત ચારનાં રાજીનામાં નામંજૂર કર્યાં

અનિલ અંબાણી

તાજેતરમાં જ અનિલ અંબાણીની ટેલિકૉમ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના નિર્દેશક પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે રિલાયન્સ કમ્યુનિકેશન્સના લૅન્ડર્સે અનિલ અંબાણી તથા ચાર અન્યનાં રાજીનામાંને નામંજૂર કર્યા છે. જોકે લૅન્ડર્સે અંબાણીને દેવાળિયા અને ઋણશોધન પ્રક્રિયામાં સહયોગ કરવા માટે કહ્યું છે.
બીએસઈમાં આપવામાં આવેલી ફાઈલિંગમાં આરકૉમે કહ્યું હતું કે તેના લૅન્ડર્સની સમિતિની બેઠક ૨૦ નવેમ્બરે થઈ હતી. તેમાં કહેવામાં આવ્યું કે સમિતિએ સર્વસમ્મતિથી કહ્યું કે રાજીનામાનો સ્વીકાર કરી ન શકાય.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામો મુજબ કંપનીને 30 હજાર કરોડથી વધુનુ નુકસાન થયું હતું, જે કોર્પોરેટ ઈતિહાસમાં વોડાફાન-આઈડિયા બાદ બીજું સૌથી મોટું નુકસાન છે. બાદમાં કંપનીએ નિવેદન આપતા કહ્યું હતું કે અનિલ અંબાણી સિવાય છાયા વિરાની, રાયના કારાની, મંજરી કાકેર અને સુરેશ રંગાચરે રાજીનામું આપ્યું છે. તેમાંથી અનિલ અંબાણી, છાયા વિરાની અને મંજરી કાકેરે ૧૫ નવેમ્બરે રાજીનામું આપ્યું. જ્યારે રાયના કરાનીએ ૧૪ નવેમ્બરે અને સુરેશ રંગાચરે ૧૩ નવેમ્બરે રાજીનામું આપ્યું.

business news reliance anil ambani