ભારતમાં છેલ્લા 2 વર્ષમાં 597 ATM બંધ થયા, RBI નો ખુલાસો

08 June, 2019 10:51 PM IST  |  મુંબઈ

ભારતમાં છેલ્લા 2 વર્ષમાં 597 ATM બંધ થયા, RBI નો ખુલાસો

PC : Jagran

ભારતીય રિઝર્વ બેન્કે ATM ને લઇને એક રીપોર્ટ જાહેર કર્યો છે. રિઝર્વ બેન્કના આ રીપોર્ટમાં ચોકાવનારા આકડા સામે આવ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના જાહેર કરેલા એક રીપોર્ટ પ્રમાણે 31 માર્ચ 2019 સુધીમાં ભારતમાં એટીએમની સંખ્યા ઘટીને 2,21,703 જેટલી થઈ ગઈ છે. જે 2 વર્ષ પેલાના આકડા પ્રમાણે 597 એટીએમ બંધ થઇ ગયા છે.


રીઝર્વ બેન્કે જાહેર કરેલા રીપોર્ટમાં જાહેર કરેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં ભારત પાસે 2,22,300 એટીએમ હતા. જે આ વર્ષે માર્ચ 2019ના અંત સુધી ઘટીને 2,21,703 એટીએમ થઇ ગયા છે. આમ આ સમયગાળા દરમિયાન કુલ 597 એટીએમનો ઘટાડો થયો છે. સર્ક્યુલેશનમાં રોકડના સંબંધમાં ભારતમાં એટીએમ દ્વારા રોકડનો ઉપાડ સૌથી ઓછો કરવામાં આવ્યો છે, જે અંગે બેન્ચમાર્કિંગ ઇન્ડિયાઝ પેમેન્ટ સિસ્ટમ્સના ટાઈટલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, એટીએમના સંખ્યાના સંદર્ભમાં ચીન પછી ભારતનું સ્થાન આવે છે. વિશ્લેષકોએ ભારપૂર્વક જણાવતાં કહ્યું કે, ભારતએ એટીએમના સંદર્ભમાં સારી એવી પ્રગતિ કરી હોવા છતાં પણ, એટીએમ સ્થાપવામાં હજી પાછળ છે. વિશ્લેષકો જણાવે છે કે, ભારતની વસ્તીને ધ્યાનમાં લઈ તેની સરખામણીએ એટીએમની સંખ્યા ઓછી છે. વર્ષ 2012 થી વર્ષ 2017 વચ્ચેના 6 વર્ષના સમયગાળા દરમિયાન એટીએમની સંખ્યામાં ઘટાડો થયો છે, આ સાથે જ વર્ષ 2012માં એમટીએમ દીઠ 10,832 વ્યક્તિઓની નિર્ભરતામાં ઘટાડો થઈ વર્ષ 2017 માં પ્રતિ એટીએમ વ્યક્તિઓની સંખ્યા 5919 જેટલી થઈ ગઈ છે.

business news reserve bank of india state bank of india