RBIએ આ બેન્કનું લાઈસન્સ કર્યું રદ્દ, 5 લાખ સુધી ઉપાડી શકશે ડિપોઝિટર્સ

12 January, 2021 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

RBIએ આ બેન્કનું લાઈસન્સ કર્યું રદ્દ, 5 લાખ સુધી ઉપાડી શકશે ડિપોઝિટર્સ

આરબીઆઈ

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ સ્થિત વસંતદાદા નગરી સહકારી બેન્કનું લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. રિઝર્વ બેન્ક (RBI)એ સોમવારે એની જાણકારી આપી હતી. લાઈસન્સ રદ્દ કરવા અંગે કેન્દ્રીય બેન્કે કહ્યું કે બેન્ક પોતાની હાજર નાણાકીય સ્થિતિના અનુસાર હાલના થાપણદારોને સંપૂર્ણ નાણાં પરત કરી શકશે નહીં. સહકારી બેન્કનું લાઈસન્સ સોમવારે કારોબાર પૂરો થયા બાદ રદ્દ કરવામાં આવશે. આ પછી સહકારી બેન્ક સંચાલિત કરી શકશે નહીં.

રિઝર્વ બેન્કે થાપણદારોનાં નાણાં પરત આપવા અંગે કહ્યું કે પહેલી સહકારી બેન્કનું લાઈસન્સ રદ્દ થતાં અને પરિસમાપની પ્રક્રિયા શરૂ થવાની સાથે પૈસા પાછા આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. લિક્વિડેશન પછી જમા વીમા અન ધિરાણ નિગમથી જમાકર્તા પાંચ લાખ રૂપિયા સુધી ઉપાડ કરી શકશે. આવી સ્થિતિમાં સહકારી બેન્કના 99 ટકાથી વધારે જમાકર્તા આખી રકમ પાછી ખેંચી શકશે.

બીજી તરફ, RBIએ આશંકા વ્યક્ત કરી છે કે કોરોના વાઈરસના કારણે ઉદભવેલી પરિસ્થિતિને કારણે બેન્કોનું નાણાકીય આરોગ્ય કથળી શકે છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ગર્વનર શક્તિકાંત દાસે આશંકા વ્યક્ત કરી છે. દાસે સોમવારે કહ્યું હતું કે રોગચાળાને કારણે બેન્કોની સંપત્તિમાં છૂટછાટ અને મૂડીનો અભવા થઈ શકે છે. તેમણે બેન્કોને કેપિટલ બેઝ વધારવા વિનંતી કરી છે. દાસે સરકાર પાસે મહેસૂલના અભાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેટલાક વર્ષો પહેલા કેન્દ્રીય બેન્કે બેન્કોની સંપત્તિ ગુણવત્તાની સમીક્ષા કરી હતી.

નોંધપાત્ર વાત એ છે કે રિઝર્વ બેન્કે કોરોના સંકટમાં લોકોની સુવિધા માટે લોનની ચૂકવણી માટે છ મહિનાનો સમય આપ્યો હતો, જે ઑગસ્ટમાં સમાપ્ત થઈ ગયો છે. દાસે કહ્યું કે રોકડ સ્થિતિને સરળ બનાવવા અને નાણાકીય સ્થિતિને વધુ સારી થવાની બેન્કોના નાણાકીય પરિમાણને સુધારવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રોગચાળાને લીધે નુકસાન થયું છે, આગળ આર્થિક વિકાસ અને આજીવિકા પુન:સ્થાપનનું કામ કરવું પડશે.

reserve bank of india business news