ફુગાવાનો લક્ષ્યાંક ૬.૭ ટકાના સ્તરે જાળવી રાખતી રિઝર્વ બૅન્ક

06 August, 2022 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરેલુ મોરચે, ખરીફ પાકની ઊંચી વાવણી ખાદ્ય પદાર્થોના ભાવના દૃષ્ટિકોણ માટે સારો સંકેત આપે છે

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં અસ્થિરતા આયાતી ફુગાવા તરફ દોરી રહી છે. ભૌગોલિક રાજનૈતિક આંચકાને કારણે ફુગાવાના માર્ગમાં અનિશ્ચિતતા આવી છે. વૈશ્વિક કૉમોડિટી, ધાતુ અને ખાદ્ય પદાર્થોના ભાવ તાજેતરનાં શિખરોથી હળવાં થયાં છે. જોકે એ હજી પણ ઊંચા જ છે.

ઘરેલુ મોરચે, ખરીફ પાકની ઊંચી વાવણી ખાદ્ય પદાર્થોના ભાવના દૃષ્ટિકોણ માટે સારો સંકેત આપે છે. ચોખાનો સ્ટૉક બફર ધોરણોથી ઉપર રહ્યો હોવા છતાં ડાંગરની વાવણીમાં ઘટાડા પર બારીકાઈથી નજર રહી છે.

મે મહિનાથી રિઝર્વ બૅન્કે ફુગાવાને કાબૂમાં રાખવાના પ્રયાસમાં વ્યાજદરમાં ૧.૪૦ ટકાનો સંચિત વધારો કર્યો છે. આ તીવ્ર વધારો છતાં આરબીઆઇને ફુગાવો એના કમ્ફર્ટ ઝોનથી ઉપર રહેવાની અપેક્ષા છે અને એણે ચાલુ નાણાકીય વર્ષ માટે સીપીઆઇ ફુગાવાના અનુમાનને ૬.૭ ટકા જાળવી રાખ્યું છે. એપ્રિલથી જૂન મહિના માટે ફુગાવાનો દર ૬.૩ ટકાથી સુધારીને ૭.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર માટે ૭.૪ ટકાથી ઘટાડીને ૭.૧ ટકા અને ઑક્ટોબરથી ડિસેમ્બર માટે ૬.૨ ટકાથી સુધારી ૬.૪ ટકા અને જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૩ માટે ૫.૮ ટકા જાળવી રાખ્યો છે.

business news