રિલાયન્સે રિટેલ વેન્ચર્સ રૂ.32,197 કરોડનું ભંડોળ એકત્ર કરશે

03 October, 2020 08:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિલાયન્સે રિટેલ વેન્ચર્સ રૂ.32,197 કરોડનું ભંડોળ એકત્ર કરશે

મુકેશ અંબાણી

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ કોરોના મહામારીના મંદી વચ્ચે પણ રોકાણ ખેચવામાં અગ્રેસર બની છે. વિશ્વની મોટી મૂડીરોકાણ કંપની TPGએ રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. TPG 0.41 ટકા હિસ્સો 1837.50 કરોડ રૂપિયામાં ખરીદશે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ વેન્ચર્સ GIC 1.22 ટકા હિસ્સો કુલ 5512 કરોડ રૂપિયામાં ખરીદશે. આ પહેલાં અબુધાબી સ્થિત સરકારી સોવેરિન ફંડ મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ પણ રિલાયન્સ રિટેલમાં 6247 કરોડ રૂપિયાના મૂડીરોકાણનું એલાન કર્યું હતું. આ મૂડીરોકાણથી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 1.4 ટકા હિસ્સો હાંસલ કરશે. રિલાયન્સ રિટેલમાં અત્યાર સુધી આ સાતમું મૂડીરોકાણ હશે. કંપનીએ 7.28 ટકા હિસ્સો વેચીને 32,197.50 કરોડ એકઠા કર્યા છે. રિલાયન્સ રિટેલ વેન્ચરનું હાલ વેલ્યુએશન 4.28 લાખ કરોડ રૂપિયા છે, જેના પર આ કંપનીઓ મૂડીરોકાણ કરી રહી છે. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ રિટેલ પરિવારને GICનું સ્વાગત કરતાં બહુ ખુશી થઈ રહી છે. વિશ્વભરમાં લાંબા સમય સુધી સફળ મૂડીરોકાણના ચાર દાયકા સુધી પોતાનો ટ્રેક રેકોર્ડને જાલવી રાખનાર GIC રિલાયન્સ રિટેલની સાથે ભાગીદારી કરી રહી છે. આ વાતનો મને આનંદ છે. GICનું વૈશ્વિક નેટવર્ક અને લાંબા સમય સુધી ભાગીદારીનો ટ્રેક રેકોર્ડ ભારતીય રિટેલમાં પરિવર્તનની વાર્તા માટે અમૂલ્ય હશે.

તેમણે કહ્યું હતું કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સના વેલ્યુએબલ રોકાણકારોના રૂપમાં TPGનું હું સ્વાગત કરું છું. TPGના સપોર્ટમાં અને ગાઇડન્સથી કંપનીને આગળ વધવામાં બહુ મદદ મળશે.

mukesh ambani reliance business news