Airtel ને પછાડી Reliance Jio બન્યું બાદશાહ

14 June, 2019 10:56 PM IST  |  મુંબઈ

Airtel ને પછાડી Reliance Jio બન્યું બાદશાહ

મુંબઇ : રિલાયન્સ જિયો ઈન્ફોકોમ જાન્યુઆરીથી માર્ચના ત્રિ માસિક ગાળામાં ભારતી એરટેલને પાછળ છોડતાં રેવન્યુ માર્કેટ શેયરની ધ્ષ્ટ્રિએ દેશની બીજી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. દરમિયાન વોડાફોન અને આઈડિયાનો રેવન્યુ માર્કેટ શેયર ૧૦ ત્રિ માસિક ગાળામાં પહેલી વખત વધ્યો છે. આ સાથે જ કંપની પોતાની બાદશાહત યથાવત રાખવામાં સફળ રહી છે.

માર્ચ ત્રિ માસિકમાં ૧.૮૨ ટકાના ઉછાળા સાથે જિયોનો રેવન્યુ માર્કેટ શેયર ૩૧.૭ ટકાએ પહોંચી ગયો છે. બીજી બાજુ સુનિલ મિત્તલની એરટેલનો શેયર ૨.૮૫ ટકા ઘટીને ૨૭.૩ ટકા પર આવી ગયો છે. માર્કેટ લીડર વોડાફોન આઈડિયાનો રેવન્યુ માર્કેટ શેયર ૦.૫૭ ટકાના ઉછાળા સાથે ૩૨.૨ ટકા પર છે.

આ પણ વાંચો : Reliance Jio ના કારણે ઇન્ટરનેટ યુઝર્સમાં ભારતે અમેરીકાને પછાડ્યું

આ જાણકારી બ્રોકરેઝ ફર્મ એમ.કે.ગ્લોબલે એક રિપોર્ટમાં આપ્યો છે જેમાં ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ના ફાયનાન્શીયલ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીની જિયોની રેવન્યુમાં ૨૧ સર્કલમાં શ્રે ઉછાળો નોંધાયો છે. કંપની ૧૫ માર્કેટમાં લીડર છે. એસબીઆઈ કેપ સિકયોરિટીઝમાં રિસર્ચ કો એડ રાજીવ શર્માએ જણાવ્યું કે કેટેગરી ‘એ’, ‘બી’ અને ‘સી’ સર્કલ્સમાં માર્કેટ લીડર બનેલી છે યારે વોડાફોન આઈડિયા મેટ્રો માર્કેટમાં સૌથી આગળ છે. આ બન્નેથી ઉલટું એરટેલને રેવન્યુ માર્કેટમાં મહત્ત્વનું નુકસાન થયું છે. કંપનીને કર્ણાટક, તામીલનાડુ, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં નોંધપાત્ર નુકસાન થવા પામ્યું છે.

technology news airtel business news