દેવામાં ડૂબેલા અનિલ અંબાણી વેચશે મુંબઈનું હેડક્વાર્ટર !

01 July, 2019 03:59 PM IST  | 

દેવામાં ડૂબેલા અનિલ અંબાણી વેચશે મુંબઈનું હેડક્વાર્ટર !

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી દેવું ચુકવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, દેવા ચૂકવવાનો પ્રયત્ન કરી રહેલા અનિલ અંબાણી મુંબઈનું પોતાનું હેડક્વાર્ટર વેચવાની તૈયારી કરી રહ્યું છે. અનિલ અંબાણી હાલ બ્લેકસ્ટોન સહિત કેટલીક ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ્સ સાથે વાત કરી રહ્યા છે.

ઈકોનોમિક્સ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર અનિલ અંબાણી મુંબઈમાં સાંતાક્રૂઝમાં આવેલું પોતાનું રિલાયંસ સેન્ટરને વેચીને કે લાંબા સમય માટે લીઝ પર આપીને દેવું ચુકવવાની તૈયારી કરી રહ્યાં છે. રિલાયન્સ સેન્ટર 7 લાખ સ્કવાયર ફૂટમાં વહેચાયેલું છે અને તેને વેચવાથી 1,500-2,000 કરોડ રૂપિયા મળી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હેટક્વાર્ટરને વેચવા માટે રિલાયન્સ ગ્રુપ ઈન્ટરનેશનલ પ્રોપર્ટી કંસલ્ટંસી જેએલએલને જવાબદારી સોપવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ મામલે રિલાયન્સ ગ્રુપના પ્રવક્તાએ આ વાતની પુષ્ટી કરી હતી કે ગ્રુપના મુંબઈના હેડક્વાર્ટર સહિત રિયલ એસ્ટેટ એસેટ્સને વેચવા માટે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે આ વિશે વધારે માહિતી આપવામાં આવી નથી જો કે બ્લેકસ્ટોને આ ડીલ પર કોઈ પણ માહિતી આપી નથી.

આ પણ વાંચો: સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતાં પહેલાં ઇન્વેસ્ટમેન્ટ થિસિસ બનાવવી જરૂરી

ઉલ્લેખનીય છે કે, અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ પર 1 લાખ કરોડ દેવું છે, માર્ચ 2018 અનુસાર રિલાયન્સ ગ્રુપના રિલાયન્સ કેપિટલ પર 46,400 કરોડનું દેવું છે જ્યારે આરકોમ પર 47, 234 કરોડ દેવું છે. રિલાયન્સ ફાઈનાન્સ અને ઈન્ફ્રા પર કુલ 36 હજાર કરોડ રુપિયાનું દેવું છે આ સિવાય રિલાયન્સ પાવર પર 31 હજાર કરોડ દેવું છે.

anil ambani reliance gujarati mid-day