RIL-Saudi Aramco ના સોદા બાદ ભારત માટે અરબ ફરી તેલનું મુખ્ય સોર્સ બનશે

16 August, 2019 07:44 PM IST  | 

RIL-Saudi Aramco ના સોદા બાદ ભારત માટે અરબ ફરી તેલનું મુખ્ય સોર્સ બનશે

મુકેશ અંબાણીએ હાલમાં જ રિલાઇન્યની એજીએમમાં જાહેરાત કરી હતી કે સાઉદી અરબની Saudi Aramco કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોકેમિકલ્સ કંપનીમાં 20 ટકા ભાગ ખરીદશે. જેને પગલે હવે સાઉદી અરબ ફરી એકવાર ભારત માટે સૌથી વધુ કાચુ તેલ પુરૂ પાડનાર દેશ બની જશે. પહેલા પણ સાઉદી અરબ ભારત માટે સૌથી વધારે કાચુ તેલનું મેળવવાનું માધ્યમ હતું. જો કે છેલ્લા 2 નાણાકિય વર્ષથી ઈરાક ભારતને સૌથી વધારે કાચુ તેલ પૂરૂ પાડે છે. આ વર્ષે માર્ચ સુધીમાં ઈરાકે ભારતને 4.66 કરોડ ટન કાચુ તેલ પૂરૂ પાડ્યુ. જ્યારે સાઉદી અરબ દ્વારા 4.03 કરોડ ટન તેલ નિકાસ કરાયું હતું. રિલાયન્સના સોદા પછી સાઉદી અરબ ફરી એકવાર ભારત માટે સૌથી વધુ ક્રૂડ ઓઈલ નિકાસ કરનારો દેશ બની જશે.

RILએ હાલમાં જ જાહેરાત કરી છે કે, સાઉદી અરામકોએ કંપનીના પેટ્રોલિયમ અને કેમિકલ બિઝનેસમાં 20 ટકાની ભાગીદારી ખરીદી છે. હવે રિલાયન્સને અરામકો દરરોજ 5 લાખ બેરલ એટલે કે વાર્ષિક 2.5 કરોડ ટન તેલ પૂરુ પાડશે. વુડ મેકેન્જીમાં રિફાઈનિંગ અને કેમિકલ્સના વાઈસ પ્રેસિડેન્ટ એલન ગેલ્ડરે કહ્યું હતું કે, વાર્ષિક તેલની 40 ટકા ડિમાન્ડ સાઉદી અરામકો દ્વારા પૂરી કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી અરામકો ભારતમાં બિઝનેસ લઈને રસ દાખવી રહ્યુ છે અને ધીમે ધીમે તેનો કારોબાર વધારવા વિચારી રહ્યું છે.

આ પણ વાંચો: ઓટોમોબાઈલ સેક્ટરમાં મંદી, Hero MotoCorpનું પ્રોડક્શન 4 દિવસ માટે બંધ

રિલાયન્સના ઓઈલ અને કેમિકલ બિઝનેસમાં રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ શાખાઓ સિવાય ઓઈલ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં પણ 51 ટકા ભાગીદારી સામેલ છે. ઓઈલ માર્કેટિંગમાં બાકીના 49 ટકાની ભાગીદારી રિલાયન્સે બ્રિટેનની દિગ્ગજ કંપની બીપી પીએલસીને 7,000 કરોડ રૂપિયામાં વેચી છે.

reliance business news gujarati mid-day