મુશ્કેલીમાં અનિલ અંબાણી, વેચાઈ શકે છે રિલાયન્સ કેપિટલની બે કંપનીઓ

30 April, 2019 03:20 PM IST  |  મુંબઈ

મુશ્કેલીમાં અનિલ અંબાણી, વેચાઈ શકે છે રિલાયન્સ કેપિટલની બે કંપનીઓ

અનિલ અંબાણી (ફાઈલ ફોટ)

રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડના ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ થયા છે. જેને કારણે કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંને કંપનીઓ હવે નવી ઈક્વિટી વેચીને ફંડ ભેગું કરવાની કોશિશ કરી રહી છે. નવભારત ટાઈમ્સ ડોટ કોમના અહેવાલ પ્રમાણે મુખ્ય કંપની રિલાયન્સ કેપિટલ યોગ્ય પ્રાઈસ પર નવા રોકાણકારોને માલિકીનો હક આપવા તૈયાર છે.

અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ કેપિટલના સીઈઓ અમિત બાફનાએ નવભારત ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન કહ્યું,'અમે દેશ વિદેશમાં રોકાણકારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. અને અમને એક બે મહિનામાં ઈક્વિટી કેપિટલ મળવાની આશા છે. કેપિટલ મળશે તેનાથી ભવિષ્યમાં ગ્રોથ મેળવવામાં મદદ થશે. સાથે જ ક્રેડિટ રેટિંગ ફર્મનો પણ કંપનીમાં ભરોસો વધશે.'

નવભારત ટાઈમ્સ ડોટ કોમના અહેવાલ પ્રમાણે RHFL અને RCFL 3 હજાર કરોડ સુધીની કેપિટલ ભેગી કરવા મથી રહી છે. વેલ્યુએશના આધારે આ રકમ મોટી પણ હોઈ શકે છે. રિલાયન્સ કેપિટલ પાસે RCFLમાં 100 ટકા અને RHFLમાં 50 ટકાનો હિસ્સો છે. નવા ઈન્વેસ્ટર્સને શૅર વેચવાથી આ હિસ્સો ઘટીને અડધો અથવા અડધાથી ઓછો થઈ શકે છે.

નવભારત ટાઈમ્સ સાથેની વાતચીતમાં બાફનાએ કહ્યું,'આ મુદ્દો અમારા વેલ્યુએશન પર નિર્ભર કરશે.' RHFLની લોન બુક 17 હજાર કરોડ રૂપિયાથી વધુ અને RCFLની લગભગ 16 હજાર કરોડ રૂપિયાની છે. RHFL અને RCFLનું રેટિંગ ડાઉનગ્રેડ થવાથી ડેટ માર્કેટમાં બોરોઈંગ કોસ્ટ વધી શકે છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ જેવા પ્રમુખ ઈન્વેસ્ટર્સ નવા ઈન્વેસ્ટમેન્ટ રોકી શકે છે.

ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વસિઝ ડિફોલ્ટ થયા બાદ માર્કેટમાં ડરનો માહોલ છે. આ ડિફોલ્ટથી નો બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓની લિક્વિડિટી પણ ઘટી છે. એક રેટિંગ એનાલિસ્ટના કહેવા પ્રમઆમે નવા શેર્સ ઈસ્યુ કરીને મૂડી મેળવવામાં આવે તો કંપની સંકટમાંથી બહાર નીકળી શકે છે.

ડિસેમ્બરના ત્રિમાસિ ગાળામાં RHFLનો નેટ પ્રોફિટ 37.5 ટકાથી વધીને 55 કરોડ રૂપિયા રહ્યો હતો. બંને કંપનીઓ શોર્ટ ટર્મમાં પોતાનું દેવું પુરુ કરીને રિટેલ લોન પોર્ટફોલિોય વેચવાનું યથાવત્ રાખી શકે છે. પાછલા છ મહિનામાં આ બંને કંપનીઓ લગભગ 8 હજાર કરોડ રૂપિયાના સારી ક્વોલિટીના લોન પોર્ટફોલિયો વેચી રહ્યા છે.

આ પણ વાંચોઃ અનિલ અંબાણીએ ફરી કર્યું ડિફોલ્ટઃ સરકારને 490 કરોડ ચુકવવામાં નિષ્ફળ

બાફનાના કહેવા પ્રમાણે લોન પોર્ટફોલિયો વેચવાથી આ કંપનીઓ લિક્વિડીટીની પોતાની શોર્ટ ટર્મની જરૂરિયાતો પૂરી કરી શક્શે. RHFL અને RCFL બંનેને મ્યુચ્યુઅલ ફંડ્સ, પેન્શન ફંડ્સ અને ઈન્સ્યોરન્સ કંપનીઓ સહિત ઈન્વેસ્ટર્સ 8 હજાર કરોડ રૂપિયાના બોન્ડ વેચી ચૂક્યા છે. મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે લગભગ 2,600 કરોડના બોન્ડ છે. જેમાં બે તૃતિયાંશ બોન્ડ રિલાયન્સ એસેટ મેનેજમેન્ટ કંપની પાસે છે. બાકીના બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ અને UTIએ ખરીદ્યા છે.

anil ambani reliance news