Relianceએ ફર્નીચર રિટેલર Urban Ladder ખરીદી, જાણો શું છે ડીલ

15 November, 2020 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Relianceએ ફર્નીચર રિટેલર Urban Ladder ખરીદી, જાણો શું છે ડીલ

મુકેશ અંબાણી (ફાઇલ ફોટો)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઑનલાઇન ફર્નીચર રિટેલર Urban Ladderની 96 ટકા ભાગીદારી ખરીદી લીધી છે. RILના એકમે 182.12 કરોડ રૂપિયામાં આ સોદો કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)એ શનિવારે મોડી સાંજે માર્કેટને જણાવ્યું, "રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ 182.12 કરોડ રૂપિયામાં Urban Ladder Home Decor Solutions Private Ltdના ઇક્વિટી શેર ખરીદ્યા છે." કંપનીએ કહ્યું કે ઉક્ત ઇન્વેસ્ટમેન્ટ અર્બન લેડરના કુલ ઇક્વિટી શેરમાં 96 ટકા જેટલા છે.

કંપનીએ જણાવ્યું કે, "આ ઇન્વેસ્ટમેન્ટથી સમૂહની ડિજિટલ અને ન્યૂ કૉમર્સ સાથે જોડાયેલી પહેલને મજબૂતી મળશે અને સમૂહ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ઉત્પાદોનો વિસ્તાર વધારવામાં આવશે. આની સાથે જ રિટેલ સેગ્મેન્ટમાં યૂઝર એન્ગેજમેન્ટમાં વધારો થશે."

RRVL પાસે વધેલી ભાગીદાકી ખરીદવાનો પણ વિકલ્પ છે અને કંપનીમાં પોતાની ભાગીદારીને 100 ટકા સુધી પહોંચાડી શકે છે. આ સિવાય RRVL એ 75 કરોડ રૂપિયાના એક નિવેશનું પ્રસ્તાવ રાખ્યું છે. કંપનીએ જણાવ્યું છે, "ડિસેમ્બર, 2023 સુધી નિવેશ કરી શકાય છે."

ભારતમાં 17 ફેબ્રુઆરી, 2012ના Urban Ladderની શરૂઆત થઈ હતી
ઑનલાઇન સિવાય ઑફલાઇન ચેનલમાં પણ કંપનીની હાજરી છે અને દેશમાં અનેક રિટેલ સ્ટોરના ચેનનું સંચાલન કંપની કરે છે. નાણાંકીય વર્ષમાં Urban Ladderનું ટર્નઓવર 434 કરોડ રૂપિયાનું હતું. સાથે જ કંપનીને 49.41 કરોડ રૂપિયાનો નફો પણ થયો હતો.

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની આગેવાની ધરાવતી કંપનીએ પોતાના ઇ-કૉમર્સ અને રિટેલ બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે. આમ કંપનીનો પ્રયત્ન Walmartની Flipkart તેમજ Amazon.comની ભારતીય એકમને ટક્કર આપવાની છે.

business news reliance