બ્રિટિશ કંપની હેમ્લીઝ હસ્તગત કરી રિલાયન્સની આંતરરાષ્ટ્રીય બજારમાં એન્ટ્

11 May, 2019 10:00 AM IST  |  મુંબઈ/લંડન

બ્રિટિશ કંપની હેમ્લીઝ હસ્તગત કરી રિલાયન્સની આંતરરાષ્ટ્રીય બજારમાં એન્ટ્

 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ અને હૉન્ગકૉન્ગમાં લિસ્ટ થયેલી સી બૅનર ઇન્ટરનૅશનલ હોલ્ડિંગ્સે મે ૯, ૨૦૧૯ના રોજ હેમ્લીઝ બ્રાન્ડના માલિક સી બૅનર ઇન્ટરનૅશનલ પાસેથી હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડનો ૧૦૦ ટકા હિસ્સો ખરીદવા માટે નિશ્ચિત કરાર કર્યા હતા. આ સોદાનું મૂલ્ય રોકડ સ્વરૂપે ૬૭.૯૬ મિલ્યન પાઉન્ડ છે.

સન ૧૭૬૦માં સ્થપાયેલી હેમ્લીઝ રમકડાંની ગુણવત્તા અને વિસ્તૃત શ્રેણીની સાથે થિયેટર, મનોરંજન અને તેના રીટેલના અનુભવના ઉપયોગનું અનોખું મૉડેલ ધરાવે છે. વૈãfવક સ્તરે હેમ્લીઝ ૧૮ દેશોમાં ૧૬૭ સ્ર્ટોસ ધરાવે છે.

ભારતમાં રિલાયન્સ હેમ્લીઝની માસ્ટર ફ્રેન્ચાઇઝી ધરાવે છે અને હાલમાં ૨૯ શહેરોમાં ૮૮ સ્ર્ટોસ ધરાવે છે, જેમાંથી એક સ્ટોર અમદાવાદમાં આવેલો છે. આ હસ્તાંતરણથી રિલાયન્સ બ્રાન્ડ્સને વૈãfવક ટૉય રીટેલ ઇન્ડસ્ટ્રીમાં પ્રભુત્વશાળી કંપની તરીકે પદાર્પણ કરશે.

હેમ્લીઝે તેનો ફ્લૅગશિપ સ્ટોર રિજેન્ટ સ્ટ્રીટ લંડનમાં ૧૮૮૧ શરૂ કર્યો. સાત મજલાને આવરી લેતો ૫૪,૦૦૦ ચોરસફૂટમાં પથરાયેલો ફ્લૅગશિપ સ્ટોર રમકડાંની ૫૦,૦૦૦ લાઇન ધરાવે છે.

business news reliance