RBI જાહેર કરશે 10 RS ની નવી નોટ, તો 20ની નોટમાં ગાંધીજીનું સ્થાન બદલાશે

21 May, 2019 02:21 PM IST  | 

RBI જાહેર કરશે 10 RS ની નવી નોટ, તો 20ની નોટમાં ગાંધીજીનું સ્થાન બદલાશે

RBI જાહેર કરશે 10 રુપિયાની નવી નોટ, તો 20ની નવી નોટમાં ગાંધીજીનું સ્થાન બદલાશે. ભારતીય રિઝર્વ બેન્કે 10 રુપિયાની નવી નોટો જાહેર કરવા જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ આ નવી નોટમાં હવે RBI ના નવા ગવર્નરની સહી જોવા મળશે. RBI ના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસે હાલમાં જ પદ સંભાળ્યું છે. 12 ડિસેમ્બરના 2018ના રોજ શક્તિકાંત દાસે ગવર્નરનું પદ સંભાળ્યું હતું. એટલે હવે નવી નોટમાં નવા ગવર્નર શક્તિકાંત દાસની સહી રહેશે. રીઝર્વ બેન્કે તેમના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક મહાત્મા ગાંધી સીરિઝમાં 10 રુપિયાનો નવી નોટ જાહેર કરશે. જેની પર શક્તિકાંત દાસના હસ્તાક્ષર રહેશે. આ નોટમાં ડિઝાઈન મહાત્મા ગાંધીની તસવીર નવા સીરીઝની 10 રુપિયાના બેન્ક નોટ જેવી જ રહેશે. કેન્દ્રીય બેન્કે કહ્યું હતું કે આ પહેલા જાહેર કરાયેલી બધી જ 10ની નોટ ચલણમાં રહેશે.

RBI 200 અને 500ની નવી નોટ જાહેર કરશે

નવા RBI ગવર્નર શક્તિકાંત દાસની સહી વાળી મહાત્મા ગાંધી ન્યૂ સીરિઝમાં 200 અને 500 રુપિયાની નવી નોટો પણ સામેલ કરવાની જાહેરાત રિઝર્વ બેન્ક દ્વારા કરવામાં આવી છે. 200 અને 500 ની સાથે RBI 20 રુપિયાની નવી નોટ પણ જાહેર કરશે.

કેવી હશે 20ની નવી નોટ

RBI તરફથી મળેલી માહિતી પ્રમાણે 20ની નવી નોટમાં રંગ લીલાશ પડતો પીળો રંગ હશે. આ નોટ લગભગ 29 મિમી લાંબી અને 63 પહોંળી હશે. નોટની પાછળના ભાગ પર ઈલોરાની ગુફાઓનો ફોટો જોવા મળશે. જે દેશની સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. 20 રુપિયાની નોટની ડાબી બાજુએ વર્ષ અને સ્વચ્છ ભારતના લોગોનો સ્લોગન સાથે અનેક ભાષાઓની પટ્ટી જોવા મળશે.

આ પણ વાંચો: એક્ઝિટ પોલ બાદ Sensex 890 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યું

નવી નોટમાં મહાત્મા ગાંધીની જગ્યા બદલાશે

નવા નોટમાં મહાત્મા ગાંધીનો ફોટો વચ્ચેના ભાગે રહેશે. આ સાથે જ આગળના ભાગમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં 20 રુપિયા અંકમાં લખેલુ જોવા મળશે. ભારતીય રિઝર્વ બેન્ક, ભારત, INDIA અને 20 માઈક્રો લેટર્સના રુપમાં હશે. નોટના બીજા ભાગમાં ગેરન્ટી ક્લોઝ, ગવર્નરની સહી, નોટની જમણી બાજુએ અશોક સ્તંભ જોવા મળશે.

business news