સરકારને 40, 000 કરોડ રૂપિયાનો લાભાંશ આપવાની તૈયારીમાં RBI: અહેવાલ

07 January, 2019 06:19 PM IST  | 

સરકારને 40, 000 કરોડ રૂપિયાનો લાભાંશ આપવાની તૈયારીમાં RBI: અહેવાલ

RBI કરશે સરકારને મદદ?

ચાલુ નાણાંકીય વર્ષના અંતમાં ભારતીય રિઝર્વ બેંક સરકારને 30 થી 40 હજાર કરોડનું ઈન્ટિરિમ ડિવિડન્ડ આપી શકે છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ સૂત્રોના હવાલાથી આ ખબર આપી છે.

RBI લાભાંશ આપશે તો સરકારને નુકસાનની સ્થિતિ સાથે લડવા માટે મદદ મળશે. ટેક્સની આવકમાં થયેલા ઘટાડાના કારણે નુકસાનની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનું છે કે લાભાંશની ચુકવણી અને અન્ય મુદ્દાઓ મામલે સરકાર સાથે થયેલા કથિત વિવાદના કારણે ઉર્જિત પટેલે RBIના ગવર્નરના પદ પરથી રાજીનામું આપ્યું હતું. એજન્સીએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, "માર્ચના અંત સુધીમાં સરકારને 30, 000 કરોડ રૂપિયાથી વધારાનો લાભ થશે".

આ પણ વાંચોઃ સવર્ણોને અનામતઃ સવર્ણો માટે કેમ જરૂરી છે અનામત, જાણો પાંચ કારણો


જો કે આ મામલે અત્યાર સુધીમાં RBI તરફથી કોઈ ટિપ્પણી નથી આવી, તો નાણાં મંત્રાલયે પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી. સરકારે ચાલૂ નાણાંકીય વર્ષ માટે રાજકોષીય ખાદમાં 3.3 ટકાનું લક્ષ્ય રાખ્યું છે.

reserve bank of india narendra modi