રિઝર્વ બૅન્કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને વ્યાજ દર યથાવત્ રાખ્યા

04 December, 2020 01:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિઝર્વ બૅન્કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને વ્યાજ દર યથાવત્ રાખ્યા

ફાઈલ ફોટો

કોરોનાના કહેરમાં મોંઘવારીને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની કમિટીએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ 4 ટકા દર યથાવત્ રાખ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે 3 દિવસ સુધી ચાલેલી કમિટીની બેઠક પછી શુક્રવારે કહ્યું છે કે મોંઘવારી દર હજી પણ ઊંચા સ્તરે રહી શકે છે

આરબીઆઈએ કહ્યું કે, મોંઘવારી દર ઊંચો રહેવાનું કારણ સપ્લાઈ ચેનમાં સમસ્યા છે. જાણકારોએ પહેલાં અનુમાન વ્યક્ત કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ. નિર્ણય પછી રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા, કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બૅન્ક રેટ 4.25 ટકાના સ્તરે યથાવત્ છે.

ગવર્નર શક્તિકાંત દાસે ઉમેર્યું કે, રિટેલ મોંઘવારી નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિકમાં 6.8 ટકા, ચોથા ત્રિમાસિકમાં 5.8 ટકા રહેવાનું અનુમાન છે. RBIએ આ પહેલાં ઓક્ટોબરની મોનિટરી પોલિસીમાં અનુમાન વ્યક્ત કર્યું હતું કે 2020-21માં દેશની જીડીપીમાં 9.5 ટકાનો ઘટાડો આવી શકે છે. ત્રીજા ત્રિમાસિકમાં 5.6 ટકાના ઘટાડાનું અનુમાન હતું, જ્યારે ચોથા ત્રિમાસિકમાં GDPમાં અડધા ટકાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

business news reserve bank of india