દેશમાં ફાઈનાન્સને સરળ બનાવવા RBI આ પગલા લઈ રહી છે

09 October, 2020 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં ફાઈનાન્સને સરળ બનાવવા RBI આ પગલા લઈ રહી છે

ફાઈલ તસવીર

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલીસી કમિટી (MPC)એ વ્યાજ દરમાં ફેરફાર કર્યો નથી. ઑગસ્ટમાં પણ વ્યાજદર યથાવત્ રાખવામાં આવ્યા હતા. આમ રેપો રેટ ચાર ટકા જ રહેશે.

આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે, રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે રેપો રેટ ચાર ટકા યથાવત છે. ઓગસ્ટ મહિનામાં આરબીઆઈની એમપીસીની મીટિંગમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જોકે કેન્દ્રીય બેન્કે આ પહેલાની બે બેઠકમાં રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. હાલ રેપો દર ચાર ટકા, રિવર્સ રેપો દર 3.35 ટકા છે.

તેમણે ઉમેર્યું કે, ચાલુ નાણાંકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ પોઝિટિવમાં આવી જશે. તમામ સેક્ટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે હવે કોવિડ રોકવા કરતા વધુ ફોક્સ રિવાઈવલ પર છે. જીડીપી ગ્રોથ અનુમાન નેગેટિવમાં 9.5 ટકારાખ્યું છે. જ્યારે નાણાં લેનાર માટે 7.5 કરોડ રૂપિયાની લોનની મંજૂરી આપવામાં આવી છે. નવી હાઉસિંગ લોન પર રિસ્કનું વેટેજ ઘટાડી દેવામાં આવ્યું છે. જ્યારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે RTGSને 24 કલાક લાગુ કરવાનો પ્રસ્તાવ છે.

આરબીઆઈના ગવર્નરે કહ્યું કે અમારો ફાઈનાન્સને સરળ બનાવવા અને વૃદ્ધિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને અગામી સપ્તાહમાં રૂ.20,000 કરોડનું ઓપન માર્કેટ ઓપરેશન એટલે કે OMO કરશે. ઉલ્લેખનીય છે કે OMO અંતર્ગત કેન્દ્રીય બેન્ક સરકારી સિક્યોરિટી અને ટ્રેઝરી બિલની ખરીદી અને વેચાણ કરે છે. ભારતમાં આ કામ આરબીઆઈ કરે છે. આરબીઆઈ અર્થવ્યવસ્થામાં પૈસા વધારવા માંગે છે તો તે બજારમાં સરકારી સિક્યોરિટી ખરીદે છે. જ્યારે અર્થવ્યવસ્થામાં પૈસા ઘટાડવાની જરૂરિયાત લાગે છે તો તે બજારમાં સિક્યોરિટી વેચે છે.

business news reserve bank of india