RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે વેપાર-ઉદ્યોગનાં અસોસિએશન્સને મળશે

17 January, 2019 08:46 AM IST  | 

RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે વેપાર-ઉદ્યોગનાં અસોસિએશન્સને મળશે

RBI ગવર્નર શક્તિકાંત દાસ

શક્તિકાંત દાસે ગવર્નરપદનો હોદ્દો સંભાળ્યો એ પછી બે હપ્તામાં ખાનગી ક્ષેત્રના બૅન્કર્સ, નૉન-બૅન્કિંગ ધિરાણકર્તાઓ અને નાના વેપારીઓનાં અસોસિએશન્સને મળ્યા હતા.

હું ટોચના ઉદ્યોગ તેમ જ વેપાર ચેમ્બર્સ અને અસોસિએશન્સને મળીશ એમ તેમણે માઇક્રોબ્લૉગિંગ વેબસાઇટ ટ્વિટર પર લખ્યું હતું.

થોડાં વર્ષ પૂર્વે RBIએ કૉન્ફડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ અથવા ફેડરેશન ઑફ ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઉદ્યોગોની લૉબીનાં ગ્રુપ્સને મળવાની પ્રથા રાખી હતી.

પોતાના પુરોગામી ડૉ. ઉર્જિત આર. પટેલે અચાનક રાજીનામું આપ્યું ત્યાર બાદ હોદ્દાનો ચાર્જ સંભાળતી વખતે દાસે બધા મુખ્ય હિતધારકોના મતને ધ્યાનમાં લઈ વધુ સમાધાનકારી વલણ અપનાવવાનો સંકેત આપ્યો છે.

ગયા મહિને પટેલના રાજીનામા બાદ સરકારના પ્રધાનો સહિત ઘણાં ક્ષેત્રના હિતધારકોએ ફરિયાદ કરી હતી કે RBI ઉદ્યોગની સમસ્યાઓ સાંભળવા તૈયાર નથી. રોડપ્રધાન નીતિન ગડકરીએ જાહેરમાં કહ્યું હતું કે RBIના નોટિફિકેશન્સ પ્રોજેક્ટ્સ માટેના ભંડોળની વ્યવસ્થા કરવામાં અડચણો ઊભી કરે છે અને અપીલ કરી હતી કે એવી પ્રથાઓની ફેરવિચારણા કરવામાં આવે.

ગયા વર્ષની ૧૨ ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલા સક્યુર્લરમાં સિંગલ દિવસના ડિફૉલ્ટને પણ બૅડ ઍસેટમાં ગણવાની અને એનો ઝડપી ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો એ ચિંતાનો વિષય બન્યો હતો, ખાસ તો મોટા કરજદારો માટે.

આ પણ વાંચો : 2030 સુધીમાં ભારતનું અર્થતંત્ર અમેરિકા કરતાં વિશાળ હશે

મધ્યસ્થ બૅન્કે અમુક ક્ષેત્રો માટેની રાહતોની પ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો હોવા છતાં દાસે હોદ્દો સંભાળ્યા બાદ એણે ૨૫ કરોડથી ઓછું બૉરોઇંગ ધરાવતી માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ માટેની સ્કીમના દિશાનિર્દેશ માટે સમિતિની સ્થાપના કરી છે.

reserve bank of india