RBIએ ઘટાડ્યા વ્યાજના દર, જાણો તમને કેટલો થશે ફાયદો?

07 February, 2019 03:14 PM IST  | 

RBIએ ઘટાડ્યા વ્યાજના દર, જાણો તમને કેટલો થશે ફાયદો?

શક્તિકાંત દાસના નિર્ણયથી હોમ લોન થશે સસ્તી?

મોંઘવારીમાં થયેલા ઘટાડા અને અર્થવ્યવસ્થાની સુસ્તીને જોતા રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. રેપો રેટ 6.25 ટકા કરવામાં આવ્યો છે.  સાથે જ RBIએ પોતાની મૌદ્રિક નીતિ સખતથી બદલીને સામાન્ય કરી દીધી છે. જેનાથી ઘણો ફાયદો થશે.

RBIએ વર્ષ 2019-20 માટે 7.4 ટકા જીડીપી રહેવાનું અનુમાન લગાવ્યું છે. RBIએ કહ્યું કે નાણાંકીય વર્ષ 2019-20ના પહેલા છ મહિનામાં મોંઘવારીનો દર 3.2-3.4 ટકાની વચ્ચે રહેવાનું અનુમાન છે. જ્યારે ત્રીજા ત્રિમાસિકમાં તે 3.9 ટકા હોય શકે છે.

RBIએ મોંઘવારી માટે 4 ટકા(+- 2 ટકા)નું લક્ષ્ય રાખ્યો છે. ઈંધણના કિંમતોમાં ઘટાડો થતો દેશનો જથ્થાબંધ મોંઘવારી દર ડિસેમ્બરમાં ઘટીને 2.19 ટકા થઈ ગયો છે.

હોમલોન થશે સસ્તી
આરબીઆઈએ રેપો રેટમાં કાપ મુકતા તેનો લાભ સામાન્ય માણસને મળશે. જલ્દી જ બેંક હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવાનું એલાન કરી શકે છે. હોમ લોનના વ્યાજ દરમાં ઘટાજો થતા EMI ઓછો થશે. કારણ કે હવે બેંકોનો આરબીઆઈ તરફથી ફંડ સસ્તામાં મળશે, જેની સીધી અસર બેંકની લોન પર થશે. બેંક લોન સસ્તી થતા તમારા EMI કે લોન રીપેમેંટ પીરિયડમાં ઘટાડો થશે.

આ પણ વાંચોઃ રિલાયન્સ પશ્ચિમ બંગાળમાં કરશે રૂ.10,000 કરોડનું રોકાણ: મુકેશ અંબાણી

રિઅલ એસ્ટેટ સેક્ટરને મળશે ફાયદો
આરબીઆઈના આ નિર્ણયથી રિઅલ એસ્ટેટ સેક્ટરને મોટો ફાયદો થશે. લાંબા સમય બાદ પહેલી વાર ઘટાડો કરવામાં આવ્યો છે. અને બજેટમાં પણ રિઅલ એસ્ટેટ સેક્ટરને મોટી ભેટ મળી છે. જેથી રિઅલ એસ્ટેટ સેક્ટરને સીધો ફાયદો થશે. છેલ્લા એક વર્ષ દરમિયાના હોમ લોનના વ્યાજ દરમાં 5 થી 7 ટકાનો વધારો થયો હતો કારણ કે RBIએ રેપો રેટમાં 50 બેસિસ પોઈંટનો વધારો કર્યો હતો. જેથી હોમ લોન મોંઘી થઈ હતી. હવે ફરી રેપો રેટમાં ઘટાડો કરવામાં આવતા રિઅલ એસ્ટેટ સેક્ટરમાં તેજીની આશા છે.

reserve bank of india