ચૂંટણી પહેલા RBI વ્યાજ દરોમાં આપશે રાહત!, આજના આર્થિક આંકડાઓ નિર્ણાયક

12 March, 2019 12:20 PM IST  |  નવી દિલ્હી

ચૂંટણી પહેલા RBI વ્યાજ દરોમાં આપશે રાહત!, આજના આર્થિક આંકડાઓ નિર્ણાયક

વ્યાજદરમાં થશે ઘટાડો!

જાન્યુઆરીના IIP અને મોંઘવારીના આંકડાઓ એ નક્કી કરશે કે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા તેની આગામી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરશે કે નહીં.

11 એપ્રિલે શરૂ થવા જઈ રહેલી ચૂંટણી પહેલા 5 એપ્રિલે ગવર્નર શક્તિકાંતા દાસની આગેવાનીમાં નાણાંકીય સમીક્ષા સમિતિની બેઠક મળવાની છે, જેમાં વ્યાજદરોને લઈને નિર્ણય લેવામાં આવશે.

છેલ્લી બેઠકમાં RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, જે બાદ રૉયટર્સના પોલમાં અર્થશાસ્ત્રીઓએ આગામી બેઠકમાં પણ વ્યાજ દરોમાં કપાતનું અનુમાન કર્યું હતું. રૉયટર્સના પોલમાં મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું હતું કે સામાન્ય ચૂંટણી પહેલા થનારી RBIની બેઠકમાં વ્યાજ દરોમાં ફરી કાપ મુકવામાં આવી શકે છે.

સાથે જ કેન્દ્રીય બેંકે પોતાના મોનેટરી વલણને પણ સખ્તથી બદલીને સામાન્ય/ન્યૂટ્રલ કરી દીધું હતું. નીતિગત વલણોમાં ફેરફાર કરવામાં આવ્યો તે બાદ જ માનવામાં આવી રહ્યું હતું કે RBI આગળ પણ વ્યાજદરોમાં કપાત કરીને રાહત આપી શકે છે.

કેન્દ્રના આંકડાઓ પ્રમાણે જાન્યુઆરીમાં રીટેઈલ મોંઘવારીનો દર ઓછો થઈને 2.05 ટકા રહ્યો, જે ડિસેમ્બરમાં 2.11 ટકા હતા. જ્યારે ડિસેમ્બરમાં IIP ગ્રોથ રેટ 2.4 ટકા રહ્યો, જે નવેમ્બરમાં 0.3 ટકા હતો.

આ પણ વાંચોઃ RBIના ગવર્નર ગુરુવારે બૅન્કોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર્સને મળશે

હવે જાન્યુઆરીના આંકડાઓ સામે આવશે ત્યારે જો આ બંને આંકડાઓ ધારણા પ્રમાણે રહે તો ચૂંટણી પહેલા RBI ફરી એક વાર વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. જેનો ફાયદો લોકોને મળશે.

reserve bank of india