દેશમાં રાયડાનું વાવેતર ૩૨ ટકા વધ્યુંઃ રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં મોટો વધારો

23 November, 2021 12:48 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશમાં વાવેતર ૭૪ ટકા વધીને ૮.૮૧ લાખ હેક્ટરે પહોંચ્યુંદેશમાં રવિ તેલીબિયાં પાક રાયડાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તાજા આંકડાઓ પ્રમાણે દેશમાં રાયડાનું કુલ વાવેતર ૫૯.૯૯ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૪૫.૪૪ લા

મિડ-ડે લોગો

દેશમાં રવિ તેલીબિયાં પાક રાયડાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તાજા આંકડાઓ પ્રમાણે દેશમાં રાયડાનું કુલ વાવેતર ૫૯.૯૯ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૪૫.૪૪ લાખ હેક્ટરમાં થયું હતું. આમ વાવેતરમાં ૩૨ ટકાનો વધારો થયો છે.
દેશમાં રાયડાના સૌથી મોટા વાવેતર ધરાવતા રાજ્ય રાજસ્થાનમાં ૪૩ ટકા વધીને ૩૦.૪૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે મધ્ય પ્રદેશમાં આ વર્ષે નોંધપાત્ર ૭૪.૪૬ ટકાનો વધારો થઈને ૮.૮૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
રાયડાના ભાવ આ વર્ષે ઑલટાઇમ હાઈ હોવાથી મોટા ભાગના ખેડૂતો આ વર્ષે રાયડાની ખેતી તરફ વધારે વળ્યા છે, જેને પગલે ચાલુ વર્ષે વાવેતર અને ઉત્પાદન બંને વિક્રમી સપાટીએ પહોંચે એવી સંભાવના છે.
રાજસ્થાનમાં તારામિરાનું વાવેતર ૧.૧૦ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૪૬,૪૦૦ હેક્ટરમાં થયું હતું. એ જ રીતે યુ.પી.માં ૪.૧૨૧ લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે તારામિરાનું ૪.૦૭૦ લાખ હેક્ટરમાં થયું હતું.

business news