રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલ પર વધાર્યું VAT, કિંમતમાં વધારો

06 July, 2019 04:11 PM IST  |  રાજસ્થાન

રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલ પર વધાર્યું VAT, કિંમતમાં વધારો

પેટ્રોલ-ડીઝલ

નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા શુક્રવારના બજેટમાં પેટ્રોલ અને ડીઝલમાં એક-એક રૂપિયો રોડ સેસ અથવા ઉત્પાદન કિંમતના વધારાની જાહેરાત કરવામાં આવી હતી. બાદ દિલ્હીમાં આજે પેટ્રોલમાં 2.45 રૂપિયા અને ડીઝલમાં 2.36 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. સામાન્ય બજેટમાં રોડ સેસ અથવા ઉત્પાદક કિંમતના વધારા બાદ રાજસ્થાનમાં રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ટેક્સ વધારી દીધો છે. જેનાથી રાજસ્થાનમાં પેટ્રોલ અન ડીઝલ પોણા પાંચ રૂપિયા પ્રતિ લીટર મોંધુ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા વેટ વધાર્યા બાદ રાજસ્થાનમાં પેટ્રોલ 4.62 રૂપિયા અને ડીઝલ 4.59 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

આ પણ વાંચો : રોકાણ માટે પોસ્ટ ઑફિસની આ સ્કીમ છે બેસ્ટ, પૈસા ડૂબવાનો પણ ખતરો નથી

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આંશિક રૂપથી શુક્રવારે મધરાતથી લાગૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારી શુક્રવારે સામાન્ય બજેટ 2019-520માં વિશેષ ઉત્પાદન ભાવ એક રૂપિયા તથા રોડ સેસમાં એક રૂપિયા વધારાની જાહેરાત કરવામાં આવી હતી. બાદ રાજ્ય સરકારે મોડી રાત્રે એક સૂચના જાહેર કરી પેટ્રોલ પર વેટને 26થી વધારીને 30% અને ડીઝલ પર વેટ 18થી વધારીને 22% કરી દીધી છે.

રાજ્યમાં વેટ વધાર્યા બાદ જયપુરમાં પેટ્રોલની કિંમત 4.62 રૂપિયા પ્રતિ લીટર વધી ગઈ છે. જ્યાં ડીઝલની કિંમત જયપુરમાં 4.59 પ્રતિ લીટર વધી ગઈ છે. એના પહેલા જયપુરમાં પેટ્રોલ 71.15 હતા જે હવે 75.77 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ડીઝલની વાત કરીએ તો જયપુરમાં શુક્રવારે 66.65 રૂપિયા પ્રતિ લીટર હતું. હવે જયપુરમાં ડીઝલ 71.24 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

business news