રેલવેએ હમસફર ટ્રેનમાંથી Flexi-Fare સિસ્ટમ હટાવી, યાત્રિકોને મોટી રાહત

14 September, 2019 10:27 AM IST  |  મુંબઈ

રેલવેએ હમસફર ટ્રેનમાંથી Flexi-Fare સિસ્ટમ હટાવી, યાત્રિકોને મોટી રાહત

રેલવેએ હમસફર ટ્રેનમાંથી Flexi-Fare સિસ્ટમ હટાવી

રેલવેએ ટ્રેનના ભાડામાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે. જેની શરૂઆત પ્રીમિયમ હમસફર ટ્રેનથી કરવામાં આવી છે. આ ટ્રેનમાં રિઝર્વેશનની માંગણીમાં ઘટાડો થતો જોઈને રેલેવેએ ફ્લેક્સી ફેર સિસ્ટમ ખતમ કરવાની સાથે તત્કાલ ટિકિટના રેટ્સમાં પણ ઘટાડો કરવાનું એલાન કર્યું છે.

આ સાથે જ આ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ કોચ લગાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ટ્રેનોમાં માત્ર થર્ડ એસીના કોચ લાગતા હતા. શુક્રવારે આનંદ વિહાર-અલાહાબાદ હમસફરમાં ચાર સ્લીપર કોચ લગાવી દેવામાં આવ્યા હતા.

રેલવે બોર્ડના અધિકારીએ જણાવ્યું કે હમસફર ટ્રેનની તત્કાલ ટિકિટના દરો પણ ઓછા કરવામાં આવ્યા છે. હવે તત્કાલ ટિકિટ માટે 1.5 ગણાને બદલે માત્ર 1.3 ગણું ભાડું આપવું પડશે. જેનો મતલબ એ થયો કે હવે હમસફરની તત્કાલ ટિકિટ પણ સામાન્ય મેલ એક્સપ્રેસના તત્કાલ ટિકિટના દર પણ મળશે.

આટલું જ નહીં, હવે પહેલા ચાર્ટિંગ પહેલા હમસફરની ટિકિટ બેસ ફેરમાં 10 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવશે. જેના કારણે હમસફરના ભાડામાં પણ ઘટાડો થશે. કેટલાક અઠવાડિયાઓ પહેલા રેલવે એસી ચેર કાર અને એક્ઝીક્યૂટીવ ક્લાસ સિટિંગ વાળી પસંદગીની ટ્રેનોના ભાડામાં 25 ટકાનો ઘટાડો કરવાનું એલાન કરી ચુકી છે. જેમાં શતાબ્દી, ગતિમાન, તેજસ, ડબલ ડેકર તથા ઈંટરસિટીનો સમાવેશ થાય છે.

શું હોય છે ફ્લેક્સી ફેર સિસ્ટમ?
ભારતીય રેલવેની ફ્લેક્સી ફેર સિસ્ટમ ટિકિટની માંગ પર નિર્ભર છે. એટલે કે જે સમયે ટિકિટની માંગ વધાકે હોય ત્યારે તેની કિંમતો વધી જાય છે. આવું મોટા ભાગે તહેવારોની સિઝનમાં થાય છે. જ્યારે ટિકિટની માંગ ઓછી હોય ત્યારે તેના ભાવ ઓછા થઈ જાય છે. અત્યાર સુધી ફ્લાઈટ્સની ટિકિટોમાં આવું થતું હતું.

આ પણ જુઓઃ Happy Birthday: રોડીઝથી લઈને ડ્રીમ ગર્લ સુધી, જુઓ આયુષ્માન ખુરાનાની ઉડાન

રેલવેએ 9 સપ્ટેમ્બર 2016માં રાજધાની, દુરંતો અને શતાબ્દી જેવી ટ્રેન માટે ફ્લેક્સી ફેર સિસ્ટમ લાગુ કરી હતી. જે પ્રમાણે માંગ વધતા બેઝ ફેરમાં 10 થી 50 ટકા સુધીનો વધારો થતો હતો.

indian railways western railway