દેશમાં રવી પાકોનું વાવેતર નવ ટકા વધી ૨૬૦ લાખ હેક્ટરને પાર

23 November, 2021 12:54 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ઘઉંના વાવેતરમાં મામૂલી વધારો, રાયડાને પગલે તેલીબિયાં પાકોનું વાવેતર ૩૦ ટકા વધ્યું તુલનાએ નવ ટકા વધીને ૨૬૦ લાખ હેક્ટરને પાર થયું છે. ખાસ કરીને તેલીબિયાં પાકોના વાવેતરમાં ૩૦ ટકા જેવો વધારો થયો છે, જ્યારે ઘઉંના વાવેતરમાં મામૂલી વધારો થયો છે. કેન્દ્રીય ક

પ્રતીકાત્મક તસવીર

તુલનાએ નવ ટકા વધીને ૨૬૦ લાખ હેક્ટરને પાર થયું છે. ખાસ કરીને તેલીબિયાં પાકોના વાવેતરમાં ૩૦ ટકા જેવો વધારો થયો છે, જ્યારે ઘઉંના વાવેતરમાં મામૂલી વધારો થયો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશમાં ૧૮ નવેમ્બર સુધીમાં તમામ તેલીબિયાં પાકોનું વાવેતર ૨૬૦.૬૬ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૨૩૯.૩૩ લાખ હેક્ટરમાં થયું હતું, જ્યારે તેલીબિયાં પાકોનું વાવેતર ૩૦ ટકા વધ્યું છે. રાયડાનું વાવેતર ૬૫.૨૧ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૪૯.૯૮ લાખ હેક્ટરમાં થયું હતું. જ્યારે મગફળીનું વાવેતર ૧.૮૬ લાખ હેક્ટરમાં થયું છે. ચણાનું વાવેતર ૫૩.૬૮ લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે ૫૨.૧૫ લાખ હેક્ટરમાં થયું હતું, જ્યારે મસૂરનું વાવેતર ૮.૮૪ લાખ હેક્ટરમાં થયું છે, વટાણાનું ૬.૬૭ લાખ હેક્ટરમાં થયું છે, જ્યારે અડદનું વાવેતર ૧.૩૪ લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે અનુક્રમે ૮.૬૮ લાખ હેક્ટર, ૬.૫૩ લાખ હેક્ટર અને ૧.૮૩ લાખ હેક્ટરમાં થયું હતું.ઘઉંનું વાવેતર ૮૮.૪૬ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૮૦.૭૧ લાખ હેક્ટરમાં થયું હતું

business news