ખાંડનો ચાલુ મહિના માટે બાવીસ લાખ ટનનો ક્વૉટા : ભાવમાં ઉછાળો

02 September, 2021 06:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગનાં ઉત્પાદક મથકોએ ભાવમાં ૫૦થી ૧૦૦ રૂપિયાની તેજી આવી છે.

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ચાલુ મહિનામાં તહેવારો હોવા છતાં ખાંડના ક્વૉટામાં ખાસ કોઈ મોટો વધારો કર્યો નથી અને આગલા માસની તુલનાએ એક લાખ ટનનો વધારો કર્યો છે, જેને પગલે ખાંડના ભાવમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટા ભાગનાં ઉત્પાદક મથકોએ ભાવમાં ૫૦થી ૧૦૦ રૂપિયાની તેજી આવી છે.
કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે સપ્ટેમ્બર મહિના માટે ખાંડનો કુલ ૨૨ લાખ ટનનો ક્વૉટા જાહેર કર્યો છે, જે ઑગસ્ટ મહિનામાં ૨૧ લાખ ટનનો ક્વૉટા જાહેર કર્યો હતો, જેની તુલનાએ એક લાખ ટન વધારે છે. સરકારે આ ક્વૉટાની દેશની કુલ ૫૫૮ મિલો વચ્ચે ફાળવણી કરી છે.
દેશની શુગર મિલોએ ખાંડના લઘુતમ વેચાણભાવ ૩૧૦૦ રૂપિયાથી  વધારીને ૩૪૫૦થી ૩૫૦૦ રૂપિયા કરવા માગણી કરી છે અને બીજી તરફ ક્વૉટા પણ ખાસ વધારે ન આવ્યો હોવાથી ખાંડના ભાવમાં છેલ્લા બે દિવસમાં ક્વિન્ટલે ૫૦થી ૧૦૦ રૂપિયાની તેજી આવી છે.

વડી સાંઈ, પાપડ તો જીએસટી સે એક્ઝેમ્પ્ટ હૈ ના...

સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાઇરેક્ટ ટૅક્સીસે જણાવ્યું છે કે કોઈ પણ નામથી ઓળખાતા પાપડ જીએસટીમાંથી મુક્ત છે. પાપડના આકારના આધારે પણ કરવેરાના દરમાં કોઈ તફાવત નથી. 
ગોળાકાર પાપડ જીએસટીથી મુક્ત છે અને ચોરસ પાપડ પર જીએસટી લાગુ પડે છે એ મતબલની ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની ટ્વીટને પગલે બોર્ડે ઉક્ત ખુલાસો કર્યો છે. 
બોર્ડે જણાવ્યા મુજબ જીએસટી નોટિફિકેશન નં. ૨/૨૦૧૭-સીટી(આર)ની એન્ટ્રી નંબર ૯૬ અનુસાર પાપડ ગમે તે નામથી ઓળખાતા હોય, એને જીએસટી લાગુ થતો નથી. તેના આકારના આધારે પણ કોઈ ફરક પડતો નથી. 

બીએસઈ સ્ટાર એમએફનો નવો વિક્રમઃ ઑગસ્ટમાં ૧.૪૧ કરોડનાં ટ્રાન્ઝૅક્શન્સ

દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લૅટફૉર્મ બીએસઈ સ્ટાર એમએફએ ઑગસ્ટ ૨૦૨૧માં ૧.૪૧ કરોડથી અધિક ટ્રાન્ઝૅક્શન્સ હૅન્ડલ કરવાનો રેકૉર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉનો વિક્રમ જુલાઈ ૨૦૨૧માં ૧.૩૨ કરોડ ટ્રાન્ઝૅક્શન્સનો હતો. 
સ્ટાર એમએફ દ્વારા ઑગસ્ટમાં ૩૬,૨૭૭ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ પાર પાડવામાં આવ્યાં છે. 

વૈશ્વિક ઍલ્યુમિનિયમના ભાવ દાયકાની ટોચે : વાયદો ૨૭૦૦ ડૉલરને પાર

વૈશ્વિક બજારમાં મેટલ બજારમાં હાલ તેજી ચાલી રહી છે અને ઍલ્યુમિનિયમ વાયદો વધીને દાયકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ચીનમાં પાવરને લઈને ચિંતાઓ વધી હોવાથી સપ્લાયની ચિંતા ઊભી થઈ છે, જેને પગલે સરેરાશ ઍલ્યુમિનિયમ વાયદામાં તેજી આવી છે.
ચીનની સરકારે ઍલ્યુમિનિયમ અને ઍલ્યુમિનાના ઉત્પાદક વિસ્તારમાં ઊર્જા વપરાશ અંગે કડક નિયંત્રણો લાદ્યાં હોવાથી એના ઉત્પાદન ઉપર અસર પડી છે, જેને પગલે સપ્લાય ઉપર અસર થવાની ભીતિએ સરેરાશ ઍલ્યુમિનિયના ભાવમાં તેજી આવી છે. બીજી તરફ વૈશ્વિક માગમાં વધારો થઈ રહ્યો છે.
લંડન મેટલ એક્સચેન્જ ખાતે ઍલ્યુમિનિયમ વાયદો ૨૭૦૦ ડૉલરની ઊંચી સપાટી પર પહોંચ્યો હતો, જે મે ૨૦૧૧ બાદની સૌથી ઊંચી સપાટી હતી. ચીનનો ઍલ્યુમિનિયમ વાયદો પણ ૨૧૩૯૦ યુઆનની સપાટી પર પહોંચ્યો હતો, જે પણ ઑગસ્ટ ૨૦૦૮ બાદની સૌથી ઊંચી સપાટી હતી.
લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર વાયદો ૧.૩ ટકા ઘટીને ૯૩૯૨ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો, 

Business News news goods and services tax