એક મહિનામાં બીજીવાર રાંધણ ગેસના ભાવમાં થયો વધારો

28 February, 2020 06:03 PM IST  |  નવી દિલ્હી

એક મહિનામાં બીજીવાર રાંધણ ગેસના ભાવમાં થયો વધારો

રાંધણ ગેસ

ભારતમાં હાલ લોકસભાની ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં દેશની સામાન્ય જનતા માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાંધણ ગેસના ભાવમાં તોતીંગ વધારો ઝીકવામાં આવ્યો છે. રાંધણ ગેસના બાટલામાં કંપનીએ 6 રૂપિયાનો વધારો થયો છે. જયારે સબસીડી વિનાના સિલિન્ડરની કિંમત 22.5 ટકા જેટલી વધી છે. આ વધારો આજથી જ એટલે કે 1 મૅ થી જ લાગુ થશે.
 
અમદાવાદમાં નવો ભાવ 706.70rs થયો

આ વધારા બાદ અમદાવાદમાંમાં ગેસના બાટલાની કિંમત આશરે રૂ 700.70ને બદલે રૂ.706.70 ચૂકવવી પડશે. સાથે કોમર્શિયલ સિલિન્ડર રૂ.730માં કંપનીઓ વેંચશે.જ્યારે દિલ્હીમાં રહેતા રાંધણ ગેસના વપરાશકારોને સિલિન્ડરની કિંમત રૂ.496થી વધીને રૂ.502 પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : મેડ ઇન સૌરાષ્ટ્ર 'છકડો' બનશે હવે ઇતિહાસ


1 એપ્રિલે પણ રાંધણ ગેસના ભાવમાં વધારો થયો હતો
મહત્વની વાત છે કે, 1 એપ્રિલે પણ રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ તે સમયે રૂ.5 વધાર્યો હતો, જયારે સબસીડી વાળા સિલિન્ડરની કિંમત 25 પૈસા વધારી હતી. દિલ્હીમાં ઇન્ડેનના 14.2 કિલોના સબસીડી વાળા સિલિન્ડરની કિંમત રૂ. 706.50 છે.

national news news