બૅડ લોનમાં ઘટાડાથી પીએસયુ બૅન્કના નફામાં ૯.૨ ટકાનો વધારો

12 August, 2022 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૂન ક્વૉર્ટરમાં બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની જ્યાં સુધી ગ્રોસ નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ અને ચોખ્ખી એનપીએ સંબંધિત છે ત્યાં સુધી સૌથી ઓછી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

બૅડ લોનમાં સતત ઘટાડા પાછળ જાહેર ક્ષેત્રની (પીએસયુ) બૅન્કોએ જૂનમાં પૂરા થયેલા ત્રણ મહિનામાં વધુ નફો મેળવ્યો છે અને આગામી ક્વૉર્ટરમાં આ વલણની તેમની બૅલૅન્સશીટ પર સકારાત્મક અસર પડી શકે છે.

જૂન ક્વૉર્ટરમાં બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની જ્યાં સુધી ગ્રોસ નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ અને ચોખ્ખી એનપીએ સંબંધિત છે ત્યાં સુધી સૌથી ઓછી હતી. સંયુક્ત રીતે તમામ ૧૨ જાહેર ક્ષેત્રની બૅન્કોએ જૂનમાં પૂરા થયેલા ત્રણ મહિનામાં આશરે ૧૫,૩૦૬ કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો, જેમાં વાર્ષિક ૯.૨ ટકાનો વધારો નોંધાયો હતો. જોકે જાહેર ક્ષેત્રના અગ્રણી ધિરાણકર્તાઓ એસપીઆઇ અને પીએનબીએ જૂન ક્વૉર્ટરમાં ઓછો નફો નોંધાવ્યો હતો.

business news state bank of india