CIC નો આદેશ, RBI લોન ડિફોલ્ટરોના નામ જાહેર કરે

27 May, 2019 08:09 PM IST  | 

CIC નો આદેશ, RBI લોન ડિફોલ્ટરોના નામ જાહેર કરે

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા

સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનનો ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી મોટી લોન ડિફોલ્ટર્સના નામના ખુલાસા કરવાનું કહ્યું છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાને સીઆઇસીનો આ નિર્દેશ લખનઉના નૂતન ઠાકુરની એક અરજી પર નિર્ણય આપતાં કર્યો છે. નૂતન ઠાકુરની આરટીઆઇ તે મીડિયા રિપોર્ટ્સને આધારે હતી જે પ્રમાણે RBIના ડિપ્ટી ગવર્નર વિરલ આચાર્યએ 2017માં એક લેક્ચરમાં કહ્યું હતું કે, કેટલાક લોન ડિફોલ્ટર્સના અકાઉન્ટ્સ બેન્કના રિઝોલ્યુશન્સ માટે મોકલી દેવામાં આવ્યા છે.

RBI ને 12 મોટા લોન ડિફોલ્ટરોને નોટીસ આપવા કહેવાયું

તે સમયે આચાર્યએ કહ્યું હતું કે, RBIએ બેન્કોને કુલ 25 ટકા એનપીએવાળા 12 મોટા ખાતા વિરુદ્ધ આવેદન કરવાનું નિર્દેશ કર્યું હતું. RBIના ડિપ્ટી ગવર્નરે કહ્યું કે, "રિઝર્વ બેન્કને હવે સલાહ આપવામાં આવે છે કે, તે ડિસેમ્બર 2017 સુધી કેટલાક અન્ય ખાતાઓ પણ રિઝોલ્વ કરે. જો બેન્ક સમય સીમાની અંદર વ્યવહારિક સંકલ્પ યોજના લાગૂ પાડવામાં નિષ્ફળ રહી તો આ મામલા પણ IBC હેઠળ રિઝોલ્યૂશન માટે મોકલવામાં આવશે."

કેસ RBI Act 45C & E હેઠળ હોવાથી જામકારી ગોપનીય માનવામાં આવશે

પોતાના આરટીઆઇ આવેદનમાં, ઠાકુરે RBIએ તે લોન ડિફોલ્ટર્સની સૂચિ જાણવા માગે છે, જેમનો ઉલ્લેખ RBIના ડિપ્ટી ગવર્નરે પોતાના લેક્ચરમાં કર્યો હતો. RBIએ ઠાકુરને "સીક્રેટ ઇન્ફોર્મેશન" કહીને માગણી કરેલા વિવરણ આપવા પર ઇનકાર કર્યો હતો, જેના પછી તેમણે સેન્ટ્ર્લ ઇન્ફોર્મેશન કમિશન સામે પોતાની માંગ મૂકી છે. સૂચના પ્રસારણ મંત્રી સુરેશ ચંદ્રાએ પણ કહ્યું કે, મામલો RBI અધિનિયમનો ધારો 45સી અને ઇ હેઠળ આવે છે, જેના પ્રમાણે બધી બેન્કો દ્વારા જમા કરાયેલી ક્રેડિટ જાણકારી ગોપનીય માનવામાં આવશે.

આ પણ વાંચો : આ એરલાઈન્સથી ફક્ત 899 રૂપિયામાં કરો 24 શહેરોની હવાઈ યાત્રા

ચંદ્રાએ કહ્યું કે, બધી જ ફાઇલોના ખુલાસાથી તેમના દેણદારોના નામ પણ સામે આવી શકે છે જે ડિફૉલ્ટર્સની સૂચિમાં સામેલ નથી. ત્યાં જ તેમણે એ પણ કહ્યું, જો કે RBIને અપીલકર્તાને આરટીઆઇ આવેદનની સંખ્યા 1 અને 2 સંબંધિત માહિતી ઉપલબ્ધ કરવાના નિર્દેશ આપ્યા છે.

reserve bank of india state bank of india cic business news