એલઆઇસીમાં પ્રતિ શૅર ૯૪૯ રૂપિયાની પ્રાઇસ

14 May, 2022 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારી વીમા કંપનીનું ૧૭મીએ શૅરબજારમાં લિસ્ટિંગ થશે

પ્રતીકાત્મક તસવીર

દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીના ૧૭ મેના રોજ લિસ્ટિંગ પહેલાં સરકારે તેના શૅરની ઇશ્યુ કિંમત ૯૪૯ ફિક્સ કરી છે, જે આઇપીઓની પ્રાઇસ બૅન્ડના ઉપલા સ્તરના ભાવ છે. જોકે એલઆઇસી પૉલિસીધારકો અને રીટેલ રોકાણકારોને અનુક્રમે ૮૮૯ રૂપિયા અને ૯૦૪ રૂપિયાના ભાવથી શૅર મળ્યા છે.
એલઆઇસીનો ઇશ્યુ ૯ મેના રોજ બંધ થયો હતો અને વીમા કંપનીએ ૧૨મીએ શૅરનું અલોટમેન્ટ કર્યું હતું, હવે આગામી ૧૭ મેના રોજ તેનું લિસ્ટિંગ થવાનું છે. સરકાર વીમા કંપનીમાંથી ૨૨.૧૩ કરોડ શૅર અથવા તો ૩.૫ ટકા જેટલો હિસ્સો આઇપીઓ મારફતે વેચાણ કરશે. ઇશ્યુ ત્રણગણો ભરાયો હતો.

business news lic india