ચીનમાં વેપાર કરતી હજાર કરતાં વધારે અમેરિકન કંપનીઓને ભારત લાવવાની તૈયારી

08 May, 2020 06:05 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ચીનમાં વેપાર કરતી હજાર કરતાં વધારે અમેરિકન કંપનીઓને ભારત લાવવાની તૈયારી

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ

વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોનાવાયરસનો કહેર વરસી રહ્યો છે. આ ખતરનાક વાયરસથી અત્યાર સુધી લગભગ પોણા ત્રણ લાખ લોકોના મૃત્યુ થયા છે. આ મહામારીથી જો કોઇ દેશ સૌથી વધારે પ્રભાવિત થયો છે તો તે છે અમેરિકા, જ્યાં 76 હજાર 450 લોકોના જીવ ગયા છે. હવે અમેરિકા આ જીવલેણ વાયરસને વિશ્વભરમાં ફેલાવવા માટે ચીનને જવાબદાર ઠેરવે છે. જેના કારણે બન્ને દેશો વચ્ચે વ્યાપારિક અને કૂટનૈતિક સંબંધો બગડવાના અંદાજ આવી રહ્યા છે અને તેનો ફાયદો ભારતને થતો જોવા મળે છે. ભારત આ ટ્રેડ વૉરનો ફાયદો ઉઠાવીને અમેરિકન કંપનીઓને ચીનમાંથી ભારતમાં લાવવાના સંપૂર્ણ પ્રયત્નો કરી રહ્યો છે. ભારતીય અધિકારીઓએ કહ્યું કે સરકારે એપ્રિલમાં એક હજારથી વધારે અમેરિકન મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ સાથે સંપર્ક કર્યો અને તેમને ચીનથી વેપારી ગતિવિધિઓને હટાવીને ભારત આવવાથી થતાં ફાયદાઓ વિશે જણાવાયું છે. આ કંપનીઓ 550થી વધારે ઉત્પાદ બનાવે છે. સરકારનું મુખ્ય ધ્યાન મેડિકલ ઇક્વિપમેન્ટ આપૂર્તિકર્તા, ફૂડ પ્રોસેસિંગ યૂનિટ, ટેક્સટાઇલ્સ, લેધર અને ઑટો પાર્ટ્સ નિર્માતા કંપનીઓને આકર્ષિત કરવા પર છે.

ટ્મ્પ પ્રશાસનનો આરોપ છે કે ચીન યોગ્ય રીતે આ વાયરસ સામે ન લડ્યું, જેથી આખા વિશ્વમાં લગભગ પોણાં ત્રણ લાખ જેટલા લોકોના મૃત્યુ થયા. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે આ વાયરસને કારણે વૈશ્વિક વેપાર પર આની વધુ અસર પડવાની શક્યતા છેય આ દરમિયાન કંપનીઓ અને સરકારોએ આપૂર્તિ શ્રૃંખલાનો વિસ્તાર કરવા માટે પોતાના સંસાધનોને ચીનથી બહાર અન્ય દેશોમાં ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જાપાને કંપનીઓને ચીનમાંથી બહાર નીકળવામાં મદદ માટે 2.2 અરબ ડૉલરની રકમ નક્કી કરી છે. યૂરોપીય સંઘના સભ્યો પણ ચીનની આપૂર્તિકર્તાઓ પર પોતાની નિર્ભરતા ઘટાડાવાની યોજના પર કામ કરી રહ્યા છે.

મોદી સરકાર જો આ કંપનીઓને ભારત લાવવામાં સફળ થઈ જાય છે તો આથી ઘણાં સમયથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે. આની સાથે જ જીડીપીમાં મેન્યૂફેક્ચરિંગ સેક્ટરના યોગદાનને વર્તમાન 15 ટકાથી વધારીને 25 ટકા સુધી લઈ જવામાં પણ મદદ મળશે. નોંધનીય છે કે કોવિડ-19 મહામારીને કારણે દેશમાં લગભગ સાડા 12 કરોડથી વધારે લોકો બેરોજગાર થઈ ગયા છે. આથી જો કંપનીઓ ભારત આવે છે તો દેશમાં રોજગાર વધશે.

સરકાર અમેરિકન કંપનીઓને મનાવવા માટે ટેક્સ સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર કરી શકે છે. હકીકતે કોઇપણ કંપની કોઇપણ દેશમાં વ્યાપાર કરવા માટે ત્યાંની ટેક્સ પૉલિસીને જાણવા ઇચ્છે છે જેથી તેમના વ્યવસાયને વધારે લાભ થાય.

united states of america china india business news