પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશનનો આજથી નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો જાહેર ઇશ્યુ

15 January, 2021 01:46 PM IST  |  Mumbai | Mumbai correspondent

પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશનનો આજથી નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો જાહેર ઇશ્યુ

પ્રતીકાત્મક તસવીર

વીજ ક્ષેત્રની અગ્રણી કંપની પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન (પીએફસી) ૫૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા પ્રથમ જાહેર બૉન્ડ ઇશ્યુ લાવી રહી છે. કંપની ૨૦૨૧ની ૧૫ જાન્યુઆરીએ સિક્યૉર્ડ, રીડિમેબલ નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)નો જાહેર ઇશ્યુ ખુલ્લો મૂકશે.
એનસીડીની મૂળ કિંમત ૧૦૦૦ રૂપિયા છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે બેઝ ઇશ્યુનું કદ ૫૦૦ કરોડ રૂપિયા છે, જેમાં ૪૫૦૦ કરોડ રૂપિયા સુધીનું ઓવરસ્ક્રિપ્શન જાળવવાના વિકલ્પ સાથે ૫૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.
ફાળવણી વહેલો તે પહેલો ધોરણે કરવામાં આવશે અને પ્રથમ તબક્કાનું વેચાણ ૨૦૨૧ની ૨૯ જાન્યુઆરીએ બંધ થવાનું છે. પીએફસી આ નાણાકીય વર્ષમાં ૧.૧૮ ટ્રિલ્યન રૂપિયા એકઠા કરવાની છે.
રોકાણકારોને ચાર કૅટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. કુલ ૪૦ ટકા ફાળવણી રિટેલ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (એચ.એન.આઇ.)ને કરવામાં આવશે. બાકીનો હિસ્સો સંસ્થાકીય અને બિન-સંસ્થાકીય રોકાણકારો માટે હશે.

business news