સોના પર ડ્યૂટીમાં વધારો વધુ દાઊદ પેદા કરશેઃ જયનારાયણ વ્યાસ

08 July, 2019 08:54 AM IST  |  સુરત

સોના પર ડ્યૂટીમાં વધારો વધુ દાઊદ પેદા કરશેઃ જયનારાયણ વ્યાસ

(તસવીર સૌજન્યઃ જયનારાયણ વ્યાસ ટ્વિટ્ટર)

સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટી અઢી ટકા વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો નેતા જયનારાયણ વ્યાસે વિરોધ કર્યો છે. જયનારાયણ વ્યાસે કહ્યું કે સોના પરની ડ્યૂટી 10 ટકામાંથી સાડા બાર ટકા કરવાથી સોનાની ખપતમાં ઘટાડો તો નહીં થાય પણ જ તેનાથી વધી દાઊદ પણ ઉભા થશે.

સાઉધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ જયનારાયણ વ્યાસને બજેટ પછીના એનાલીસિસ પ્રોગ્રામ 'બજેટ હો તો ઐસા'માં નિમંત્રણ આપ્યું હતું. જેમાં રવિવારે વ્યાસે કહ્યું કે કે ભારતમાં સોનાની સૌથી વધુ માંગ છે. ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરવાથી આ માંગણીમાં તો ઘટાડો નથી થવાનો પરંતુ દેશમાં સોનાની દાણચોરીમાં વધારો થશે.

ભારતમાં 23 હજાર ટન સોનાની માંગ છે જ્યારે ભારત કરતા વધુ વસ્તી ધરાવતા ચીનમાં 16 હજાર ટન સોનાની માંગ છે. જયારે અમેરિકામાં 8, 800 ટન છે.  આખા વિશ્વની 30 ટકા જેટલા સોનાના ઘરેણાં ભારતમાં જ બને છે.

જય નારાયણ વ્યાસે કહ્યું કે, "ડૉ. સ્વામીનાથને કહ્યું હતું કે દેશ બંદૂક વગર જીવી શકશે પરંતુ અન્ન વગર નહીં, અનાજનું ઉત્પાદન 275 મિલીયન ટનથી વધીને 283 મિલીયન ટન થયું છે. જો આપણે ખેડૂતોની આવક વધારવી હશે તો આપણે કૃષિ ક્ષેત્રે દર વર્ષે 18 ટકાનો વિકાસ દર મેળવવ પડોશે. હાલ આપણો કૃષિ ક્ષેત્રે વિકાસનો દર માત્ર 2.50 ટકા છે." વધુમાં તેમણે કહ્યું કે, "આ પહેલું એવું બજેટ છે જેમાં આંકડાઓ અને લક્ષ્યાંકો નથી. સરકાર દેશને 5 ટ્રિલીયન અર્થવ્યવ્સથા બનાવવા માંગે છે પણ તેમણે સળગતા સવાલોને નજર અંદાજ કર્યા છે."

આ પણ વાંચોઃ Budget 2019: જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું?

જો કે તેમણે કેટલાક સારા પગલા જેવા મહિલાઓ માટે મુદ્રા લોનની પ્રશંસા પણ કરી છે. સાથે જ તેમણે કહ્યું કે યુવાનો માટેની સ્ટેન્ડ અપ ઈન્ડિયા સ્કીમ પણ સારૂં પગલું છે. જયનારાયણ વ્યાસે કહ્યું કે, "આપણે અભ્યાસમાં શ્રેષ્ઠતા ઈચ્છીએ છે. ભારતીય એન્જિનિયરોનું અમેરિકાને સુપર પાવર બનાવવામાં મહત્વનું પ્રદાન છે. આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમ પર ધ્યાન આપવું પડશે અને આપણા હોનહાર લોકોને બહાર જતા અટકાવવા પડશે."

Budget 2019 surat gujarat dawood ibrahim