PNB કૌભાંડ: ઈડીએ જપ્ત કરી નીરવ મોદીની 147 કરોડ રૂપિયાની સંપતિ

26 February, 2019 03:28 PM IST  | 

PNB કૌભાંડ: ઈડીએ જપ્ત કરી નીરવ મોદીની 147 કરોડ રૂપિયાની સંપતિ

નીરવ મોદી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના વિરૂદ્ધ કાર્યવાહી કરતા એમની 147.72 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી લીધી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટની પણ સંપત્તિ સામેલ છે.

ઈડીએ આ કાર્યવાગી પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ (PMLA) એક્ટ હેઠળ કરી છે.

ગયા વર્ષે આયકર વિભાગ આ મામલામાં નીરવ મોદીની કેટલીક સંપત્તિઓને જપ્ત કરી ચૂકી છે જેમાં પેન્ટિંગ અને અન્ય કળાકૃતિઓ સામેલ હતી.

નીરવ મોદી અને એના મામા મેહલુ ચોક્સી પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી છે. લગભગ 14,000 કરોડ રૂપિયાના ઘોટાળા સામે આવ્યા બાદ બંને દેશ છોડીને ભાગી ગયા છે. સરકાર તેમને પ્રત્યાર્પણ દ્વારા પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે. નીરવ મોદી જ્યાં લંડનમાં છે, ત્યારે મેહુલ ચોક્સી એન્ટિગુઆ અને બારબૂડાના નાગરિકત્વ લીધા છે.

Nirav Modi