પીએમ મોદી કરશે નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક, આ હશે મુદ્દાઓ

15 June, 2019 07:49 PM IST  | 

પીએમ મોદી કરશે નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક, આ હશે મુદ્દાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

બજેટ પહેલા પીએમ મોદી નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથેની બેઠકમાં ચર્ચા કરી શકે છે આ બેઠક 20 જૂને હોવાની શક્યતા છે.

કેન્દ્રીય બજેટ રજૂ થતાં પહેલા વડાપ્રધાન મોદી નાણાં મંત્રાલયના બધાં એટલે કે પાંચ વિભાગો સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં દેશની આર્થિક વૃદ્ધિ વધારવા માટે અને રોજગાર નિર્માણની રૂપરેખા પર ચર્ચા થશે. આ બેઠકનું 20 જૂને આયોજન થાય તેવી શક્યતા છે.

સૂત્રો પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાણાં મંત્રાલય સાથે બેઠકની યોજનાને કારણે જીએસટી પરિષદની બેઠકને એક દિવસ માટે ટાળી દેવામાં આવી છે. નોંધનીય છે કે જીએસટી પરિષદની બેઠક પહેલા 20 જૂને થવાની હતી. કહેવામાં આવી રહ્યું છે કે નાણાં મંત્રાલયના વિવિધ વિભાગો સાથે પોતાની બેઠકમાં વડાપ્રધાન મોદી દરેક વિભાગના રોડમેપ પર ચર્ચા કરશે સાથે જ રેવેન્યૂ વધારવાના એજેન્ડા પર પણ વિચાર વિમર્શ કરશે.

જણાવીએ કે 2018-19 દરમિયાન જીડીપી ગ્રોથ રેટ ઘટીને પાંચ વર્ષના સૌથી નીચેના સ્તરે એટલે કે 6.8 ટકા પર આવી ગઈ છે. તેથી જ વડાપ્રધાનની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તો મંત્રાલય અત્યારે 2019-20 ના બજેટને છેલ્લો ઓપ આપવામાં લાગેલું છે જણાવીએ કે પીએમઓ તરફથી એપ્રિલ મહિનામાં બધા જ મંત્રાલયોને નવી સરકારનો એજેન્ડા નક્કી કરવા માટે કહી દેવાયું હતું. આ બેઠકમાં પીએમ તે 100 દિવસના એજન્ડા પર પણ ચર્ચા કરી શકે છે.

આ પણ વાંચો : ATMની સુરક્ષા થશે વધુ મજબુત, RBIએ બેન્કોને આપ્યા આદેશ

વડાપ્રધાન મોદી નાણાં મંત્રાલયના જે પાંચ વિભાગોની બેઠક કરવાના છે, તેમાં આર્થિક મામલાઓનો વિભાગ, રાજસ્વ વિભાગ, ખર્ચ વિભાગ, નાણાંકીય વિભાગ અને DIPAM છે. બેઠક દરમિયાન આર્થિક બાબતોના વિભાગ પાસેથી વિકાસ, રોજગાર નિર્માણ અને અર્થવ્યવસ્થાની સ્થિતિ, રાજસ્વ વિભાગ પાસેથી ટેક્સ આધાર વધારવા પર અને જીએસટીમાં નવી શક્યતાઓને લઇને ચર્ચા થઇ શકે છે. જણાવીએ કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 5 જુલાઇએ બજેટ રજૂ કરશે.

business news nirmala sitharaman narendra modi