અમે ચીનને પાછળ છોડવા માંગીએ છીએ : પીયુષ ગોયલ

17 December, 2019 07:17 PM IST  |  Mumbai

અમે ચીનને પાછળ છોડવા માંગીએ છીએ : પીયુષ ગોયલ

પીયુષ ગોયલ (PC : Jagran)

ભારતનો GDP હોય કે ઇન્ફેશન હોય તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ મુદ્રા પર ભારતના ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલે પત્રકારો સાથે વાત કરી હતી. પીયુષ ગોયલે જણાવ્યું હતું કે સરકાર ગ્રોથ વધારવા માટે સતત સક્રિય પ્રયાસ કરી રહી છે. હાલ મારૂતિ સહિત અન્ય ઓટો ઇન્ડસ્ટ્રીના સાથે સરકાર વાત કરી રહી છે. ગોયલે વધુમાં કહ્યું કે આગામી દિવસોમાં સરકાર મહિન્દ્રા અને ટાટા કંપની સાથે મુલાકાતનો કાર્યક્રમ કરી કરી છે.

અમે ચીનને પાછળ છોડવા માંગીએ છીએ : પીયુષ ગોયલ
મુંબઇમાં યોજાયેલ ઇન્ડિયા ઇકોનોમિક કોન્ક્લેવમાં પિયુષ ગોયલે હાજરી આપી હતી. પીયુષ ગોયલે વધુમાં કહ્યું કે અમે ચીનને પાછળ છોડવા માંગીએ છીએ. ગત મહિને થયેલા ટેક્સ સુધારાને જોતા રોકાણકારો ભારતમાં રોકાણ કરવાનું પસંદ કરશે. ઘણી કંપનીઓ સાથે અમારી વાત ચાલી રહી છે.

અમેરિકા સાથે વેપારના મુદ્દાઓ પર પ્રગતિઃ ગોયલ
ગોયલે જણાવ્યું કે રોકાણકારો માટે સરળતાથી જમીન ઉપલબ્ધ કરાવી શકીશું, તેના માટે સરકારનો જમીનોનું લેન્ડ પુલિગ કરવાનો વિચાર છે. અમેરિકા સાથેની ટ્રેડ ડિલ પર ગોયલે કહ્યું કે ટ્રેડ ડિલ અને તેની સાથે જોડાયેલા નિર્ણય લાંબા મામલાઓ છે, એવા મુદ્દાઓ નથી જે તરત ખત્મ થઈ જાય. હું ભરોસો આપું છું કે છેલ્લા થોડા મહિનાઓમાં આપણે ખૂબ જ પ્રગતિ કરી છે, આ મુદ્દો ઝડપથી ઉકેલાઈ જશે.

ગોયલે અર્થવ્યવસ્થાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પી ચિદમ્બરમના આરોપોને ફગાવ્યા છે. ગોયલે કહ્યું કે જોકે છેલ્લા થોડા ત્રિમાસિકમાં ગ્રોથ ઓછો રહ્યો પરંતુ જીએસટી અને નોટબંધી સાથે તેને કોઈ સંબંધ નથી. વિશ્વભરની અર્થવ્યવસ્થામાં સુસ્તી છે. આપણે પણ તેની સાથે જોડાયેલા છે, આ કારણે થોડી અસર થાય છે. ગોયલે ચિદમ્બરમ પર આરોપ લગાવ્યો કે તેમણે પોતાના સમયમાં દેશની અર્થવ્યવસ્થાને બગાડીને મૂકી દીધી હતી. યુપીએ એ દેશને મોંઘવારી, ઉંચા વ્યાજ દર, નાણાંકીય નુકસાન અને ધીમા વિકાસ દરના રસ્તે છોડી દીધો હતો.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

પીયુષ ગોયલે કહ્યું કે વિશ્વના દેશોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયમાં પણ ભારત આગળ વધવા માટે સારી રીતે તૈયાર છે. ગોયલે કહ્યું કે સરકાર અર્થવ્યવસ્થામાં સુસ્તીની વાત માને છે, જોકે નિરાશા જેવી સ્થિતિ નથી. ઈકોનોમિમાં સુધારાના સંકેત પણ દેખાવાના શરૂ થઈ ગયા છે. અમારી સરકાર તમામની વાત સાંભળનારી સરકાર છે, ગ્રોથને પાટા પર લાવવા માટે ઈન્ડસ્ટ્રીની સાથે મળીને ચાલી રહી છે.

piyush goyal business news