Petrol Diesel Price: મુંબઈમાં આજે પેટ્રોલ આટલા પૈસા થયું મોંઘુ, જાણો વિવિધ શહેરોના ભાવ

17 October, 2021 11:45 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 34 પૈસાનો વધારો થયો છે.

પ્રતીકાત્મક તસવીર

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 34 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 37 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આજે મુંબઈમાં પેટ્રોલ 111.77 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 102.52 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે.

તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો છે, ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.84 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 94.57 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. લિટર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 34 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 37 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આજે મુંબઈમાં પેટ્રોલ 111.77 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 102.52 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે.

ઇન્ડિયન ઓઇલ (IOC) ની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર,આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.57 રૂપિયા પ્રતિ લીટર છે.

જ્યારે મુંબઈમાં પેટ્રોલ 111.77 રૂપિયા અને ડીઝલ 102.52 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં આજે પેટ્રોલ 106.43 રૂપિયા અને ડીઝલ 97.68 રૂપિયા પ્રતિ લીટર છે
ચેન્નઈમાં આજે પેટ્રોલ 103.01 રૂપિયા અને ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર છે
જયપુરમાં આજે પેટ્રોલ 113.01 રૂપિયા અને ડીઝલ 104.20 રૂપિયા પ્રતિ લિટર છે
હૈદરાબાદમાં આજે પેટ્રોલ 110.09 રૂપિયા અને ડીઝલ 103.18 રૂપિયા પ્રતિ લીટર છે
રાંચીમાં આજે પેટ્રોલ 100.25 રૂપિયા અને ડીઝલ 99.80 રૂપિયા પ્રતિ લીટર છે
દહેરાદૂનમાં આજે પેટ્રોલ 101.92 રૂપિયા અને ડીઝલ 95.43 રૂપિયા પ્રતિ લિટર છે
અને શિમલામાં આજે પેટ્રોલ 103.21 અને ડીઝલ 98.75 રૂપિયા પ્રતિ લિટર છે.

business news mumbai