સતત બીજા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરાયો

16 September, 2020 04:04 PM IST  |  Mumbai | Mumbai Correspondent

સતત બીજા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરાયો

પેટ્રોલ

સરકારી ઓઇલ કંપનીઓએ ગઈ કાલે ફરી પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલના ભાવમાં ૧૩-૧૪ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ડીઝલનો ભાવ ૧૪-૧૬ પૈસા પ્રતિ લીટર ઓછો થયો. ગત સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે પેટ્રોલના ભાવમાં ૫૩ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ ઘટીને ૮૧.૫૫ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૨.૫૬ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

નોંધનીય છે કે, રોજ સવારે ૬ વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીનશન અને અન્ય બાબતો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણો થઈ જાય છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ ગબડી રહ્યા છે અને રૂપિયામાં મજબૂતી પરત ફરી છે. એવામાં એક્સપર્ટ્સ ઘરેલુ સ્તર પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે. જો ક્રૂડમાં ૨૦ ટકાનો ઘટાડો આવે છે તો પેટ્રોલ અને ડીઝલમાં ૫ ટકા ભાવનો ઘટાડો આવી શકે છે. જેથી પેટ્રોલ અને ડીઝલ ૨.૫થી ૩ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ શકે છે.

business news