ઑક્ટોબરમાં લોન, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘટ્યો પણ નવા કાર્ડની પૂછપરછ વધ

01 December, 2020 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબરમાં લોન, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘટ્યો પણ નવા કાર્ડની પૂછપરછ વધ

પ્રતીકાત્મક તસવીર

વર્ષ ૨૦૧૫થી દેશના આર્થિક વિકાસમાં વ્યક્તિગત ધિરાણ બહુ મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. ઑક્ટોબર ૨૦૨૦ના અંતે બૅન્કિંગ ક્રેડિટના ઉપલબ્ધ આંકડાઓ જણાવે છે કે પર્સનલ લોનમાં વૃદ્ધિ ઘટી રહી છે. સામે ક્રેડિટ સ્કોર એટલે કે ધિરાણ મેળવતા લોકોની શાખ ઉપર નજર રાખતી સંસ્થા ટ્રાન્સ યુનિયન સિબિલના અહેવાલ અનુસાર ક્રેડિટ કાર્ડ માટેની પૂછપરછ ફરી કોરોના મહામારી ત્રાટકી એના પહેલાના સ્તરે પહોંચી ગઈ છે.

સિબિલના આંકડા અનુસાર ક્રેડિટ કાર્ડ ઇન્ક્વાયરી વૉલ્યુમ સુધરીને એપ્રિલ ૨૦૨૦ના સ્તરે પહોંચી ગયું છે અને  ઑક્ટોબર ૨૦૧૯ના સ્તરની સરખામણીમાં ઑક્ટોબર ૨૦૨૦માં ૧૦૬ ટકા જોવા મળ્યું છે. ડેટા દર્શાવે છે કે પરંપરાગત રીતે રોકડ સંચાલિત, નોન-મેટ્રો લોકેશનમાં ક્રેડિટ કાર્ડની લોકપ્રિયતા વધી છે, કારણ કે ઉપભોક્તાઓ આ પ્રોડક્ટ વધુ ઇચ્છી રહ્યા છે. નોન-મેટ્રો લોકેશનમાં ઑક્ટોબરમાં ઇન્ક્વાયરી વૉલ્યુમ વાર્ષિક ધોરણે ૨૩ ટકા વધ્યું છે.

માગમાં ફરી સુધારો થવાથી ક્રેડિટ કાર્ડ ઓરિજિનેશન વૉલ્યુમમાં તબક્કાવાર વધારાની શરૂઆત પણ થઈ છે. જુલાઈ માટે ક્રેડિટ કાર્ડ ઓરિજિનેશન વૉલ્યુમ ગત વર્ષ કરતાં ૩૭ ટકા હતું. આ ઘટાડો સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો અને લૉકડાઉને ઉપભોક્તાઓની ખર્ચની પેટર્ન પર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે, જેમાં ડિજિટલ પેમેન્ટ વધારે આકર્ષક બન્યું છે અથવા જરૂર પડે તો પણ વર્ચ્યુઅલ વાતાવરણમાં ખરીદી કરવી અને નાણાકીય વ્યવહાર કરવા માટે ડિજિટલ માધ્યમોનો વિકલ્પ પણ મળ્યો છે. આ સંબંધમાં ક્રેડિટ કાર્ડ રોકડની સરખામણીમાં વધારે ઉપયોગી બની શકે છે.

પર્નસલ લોનવૃદ્ધિમાં ઘટાડો

વ્યક્તિગત કે રીટેલ લોનમાં એકંદરે વૃદ્ધિ ઘટી રહી છે. આ ઑક્ટોબરમાં વૃદ્ધિ ૯.૩ ટકા હતી જે ગત વર્ષે ૧૭.૨ ટકા જોવા મળી હતી. અગાઉના મહિને એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૦માં વૃદ્ધિ ૯.૨ ટકા હતી. ગત વર્ષે કુલ પર્સનલ લોન ૨૩.૦ લાખ કરોડ હતું જે આ વર્ષે વધી ૨૬.૧ લાખ કરોડ રૂપિયા જોવા મળ્યું છે. વ્યક્તિગ લોનમાં ૫૩ ટકા જેટલો હિસ્સો હાઉસિંગ લોનનો હોય છે. આ વર્ષે હાઉસિંગ લોનની વૃદ્ધિ ૮.૨ ટકા રહી છે જે ગત વર્ષે ૧૯.૪ ટકા હતી. ક્રેડિટ કાર્ડમાં બાકી રકમમાં વૃદ્ધિ પણ ઘટી છે. ગત ઑક્ટોબરમાં તેની વૃદ્ધિ ૨૫.૯ ટકા હતી જે આ વર્ષે ઘટી માત્ર ૪.૯ ટકા જોવા મળી છે. 

business news