નવા ક્લાયન્ટ માર્જિન ઉપર દંડ માફઃ બ્રોકરોએ સેબીનો આભાર માન્યો

21 September, 2022 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો દંડ માફ ન થયો હોત તો એ ૨૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હોત

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક બ્રોકર્સની એક સંસ્થાએ દાવો કર્યો છે કે નિયમનકારોએ દિવસનાં અંતે (ઈઓડી) ક્લાયન્ટ માર્જિન ફાળવણીની જાણ કરવામાં ખામીઓ માટે એના સભ્યો પર દંડ ન વસૂલવા સંમત થયા છે.
જો સેબી, ​ક્લિયરિંગ કૉર્પોરેશનો અને શૅરબજારોએ ખૂબ જ જરૂરી રાહત પૂરી પાડી ન હોત તો સંચિત દંડ ૨૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હોત એમ અસોસિએશન ઑફ નૅશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઑફ ઇન્ડિયાના પ્રમુખ કમલેશ શાહે દંડમાફી બદલ આભાર માનતાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ઑગસ્ટ માટે ‘દંડની માફી’ માગતી બ્રોકરોની રજૂઆતના આધારે રાહત આપવામાં આવી હતી. બ્રોકર્સ તેમના ગ્રાહકો પાસેથી માર્જિન એકત્રિત કરે છે અને તેઓ દિવસનાં અંતે અધિકારીઓને માર્જિન પોઝિશનની જાણ કરે છે, જેને ઈઓડી માર્જિન ફાળવણી કહેવામાં આવે છે.

business news sebi share market