પેસેન્જર વાહનોનું વેચાણ સતત બીજા મહિને વધ્યું

16 October, 2020 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પેસેન્જર વાહનોનું વેચાણ સતત બીજા મહિને વધ્યું

ફાઈલ તસવીર

ભારતમાં પેસેન્જર વાહનોનું વેચાણ સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 26.45 ટકા વધીને 2,72,027 યુનિટ્સ થયુ છે, એમ સોસાયટી ઑફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના આંકડા દર્શાવે છે. ગત વર્ષના સમાન મહિનામાં વેચાણ 2,15,124 યુનિટ્સનું હતું.

સપ્ટેમ્બરમાં ટુ-વ્હિલરનું વેચાણ 11.64 ટકા વધીને 18,49,546 યુનિટ્સનું થયું છે, જે ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં 16,56,658 યુનિટ્સ હતું. મોટરસાયકલનું વેચાણ સપ્ટેમ્બર 2019ના 10,43,621 યુનિટ્સથી 17.3 ટકા વધીને 12,24,117 યુનિટ્સ થયું છે. સ્કૂટરનું વેચાણ 5,55,754થી વાર્ષિક ધોરણે આંશિક વધીને 5,56,205 થયુ છે.

સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં પેસેન્જર વાહનોનું વેચાણ 17.02 ટકા વધીને 7,26,232 યુનિટ્સનું હતું, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 6,20,620 યુનિટ્સ હતું. ટુ-વ્હિલરનું વેચાણ 46,82,571 યુનિટ્સથી વધીને 46,90,565 યુનિટ્સ થયુ છે.

કમર્શિયલ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 20.13 ટકા ઘટીને 1,33,524 યુનિટ્સ થયુ હતું. દરેક કેટેગરીના સંયુક્ત આંકડા જોતા વાહનોનું વેચાણ ગત વર્ષના સમાન ગાળાના 56,51,459 યુનિટ્સથી ઘટીને 55,96,223 યુનિટ્સનું થયું છે.

business news