કોરોનાની મંદીમાં પણ વાહનોનું વેચાણ વધ્યું

08 October, 2020 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાની મંદીમાં પણ વાહનોનું વેચાણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કહેરને લીધે આખા વિશ્વમાં મંદી છે, તેમ છતાં ભારતમાં સપ્ટેમ્બર 2020માં પેસેન્જર વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે વધ્યુ હતું.

સપ્ટેમ્બર 2019માં 1,78,189 વાહનોનું વેચાણ થયુ હતુ, જ્યારે આ વર્ષના સપ્ટેમ્બરમાં 1,95,665 વાહનોનું વેચાણ થયું છે. આમ વાર્ષિક ધોરણે 9.81 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ટ્રેક્ટર્સનું વેચાણ સપ્ટેમ્બરમાં સારુ રહ્યું હતું.

એકંદર રિટેલ વેચાણ ગયા વર્ષના સમાન મહિનાના 14,98,283 યુનિટ્સથી 10.24 ટકા ઘટીને 13,44,866 યુનિટ્સ થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે કડક લોકડાઉન કરવામાં આવતુ નહી હોવાથી ડિલર્સને આશા છે કે ઑક્ટોબર-નવેમ્બરની તહેવારની સીઝનમાં વાહનોના વેચાણમાં વધારો થશે.

ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિયેશન્સ (FADA)ના આંકડા મુજબટુ-વ્હિલરનું વેચાણ 12.62 ટકા ઘટીને 10,16,977 યુનિટ્સ, થ્રી વ્હિલરનું વેચાણ 58.86 ટકા ઘટીને 24,060 યુનિટ્સ, કમર્શિયલ વાહનોનું વેચાણ 33.65 ટકા ઘટીને 39,600 યુનિટ્સ જ્યારે ટ્રેકટર્સનું વેચાણ 80.39 ટકા વધીને 68,564 યુનિટ્સ થયું છે.

business news automobiles