ILFS કટોકટીની તપાસ માટે સંસદીય સમિતિએ તપાસપંચ નીમવાનું સૂચન કર્યું

15 February, 2019 09:02 AM IST  | 

ILFS કટોકટીની તપાસ માટે સંસદીય સમિતિએ તપાસપંચ નીમવાનું સૂચન કર્યું

ILFS સંકટની થશે તપાસ

બુધવારે સંસદની એક સમિતિએ ILFS ધબડકામાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સહિત અન્યોની ભૂમિકાની તપાસ માટે એક પંચ નીમવાની ભલામણ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૮થી ગ્રુપ કંપનીઓએ શ્રેણીબદ્ધ ડિફૉલ્ટ કર્યા એ પછી ILFS ગ્રુપના ૯૧,૦૦૦ કરોડ રૂપિયાના કરજની અને એ કટોકટીમાં હોવાની જાણ થઈ હતી.

ફાઇનૅન્સ વિશેની સ્ટૅન્ડિંગ કમિટીએ સંસદને આપેલા અહેવાલમાં જણાવ્યું છે કે સરકારે દરમ્યાનગીરી કરી છે અને કંપનીના ર્બોડની પુનર્રચના કરી છે તેમ જ આ બાબતની સુનાવણી નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં થઈ રહી છે.

કમિટી આ સમગ્ર પ્રકરણની તપાસ માટે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અને ત્ન્જ્લ્માં સૌથી મોટા હિતધારક નામે લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા તેમ જ અન્ય સંસ્થાકીય હિતધારકોની ભૂમિકાની તપાસ કરવા માટે વિસ્તૃત તપાસ પંચની ભલામણ કરે છે. ત્ન્જ્લ્ની કટોકટી પહેલાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ હસ્તીઓને ઓવરરેટિંગ આપ્યું હતું એમ કમિટીના અહેવાલમાં જણાવાયું હતું.

કૉન્ગ્રેસના નેતા એમ. વીરપ્પા મોઇલીના વડપણ હેઠળની સંસદીય સમિતિએ એમ પણ કહ્યું હતું કે ‘ILFSના ર્બોડના નિષ્ફળ ગવર્નન્સ, નર્ણિય લેવાની ક્ષમતાના કે યોગ્ય નર્ણિય લેવાની ક્ષમતાના અભાવની તપાસ પણ કરવી જોઈએ. કમિટી ઇચ્છે છે કે તાકીદના ધોરણે પગલાં લેવામાં આવે, કારણ કે ILFS દેશમાં માળખાકીય પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડતી એકમાત્ર મોટી સંસ્થા છે.’

તાજેતરમાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓ એમના ક્લાયન્ટ્સની સમસ્યાને ઓળખવામાં નિષ્ફળ જવાના બનાવ વધી રહ્યા છે એટલે સમિતિએ સૂચન કર્યું છે કે સ્ટૅચ્યુટરી ઑડિટરોની જેમ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ માટે પણ રોટેશનનો નિયમ ઘડવો જોઈએ, જેથી ઇશ્યુઅર અને ક્રેડિટ રેટિંગ એજન્સી વચ્ચેના લાંબા ગાળાના સંબંધના ગેરલાભોને નિવારી શકાય.

આ પણ વાંચોઃ વૅલેન્ટાઇન્સ ડે રોકાણકારોને વધુ ગરીબ બનાવી ગયો, બજાર પાંચમા દિવસે ડાઉન

કમિટીએ નિયમના માળખામાં પણ ફેરફારો કરવાનું સૂચવ્યું છે, જેથી ક્રેડિટ રેટિંગ એજન્સીઓને ઍડ્વાઇઝરી કે કન્સલ્ટન્સીનું કામકાજ સોંપાય ત્યારે પરસ્પરનાં હિત ન ટકરાય. રેટિંગ એજન્સીઓને સમાન ભૂમિકા પ્રાપ્ત થાય અને તંદુરસ્ત સ્પર્ધાને ઉત્તેજન મળે એ માટે બધી સેબી રજિસ્ટર્ડ ક્રેડિટ રેટિંગ એજન્સીઓને મોટા ડેટ ઇશ્યુની બીડિંગ પ્રક્રિયામાં સામેલ થવાની છૂટ આપવી જોઈએ એવી ભલામણ કમિટીએ કરી છે.