Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૅલેન્ટાઇન્સ ડે રોકાણકારોને વધુ ગરીબ બનાવી ગયો, બજાર પાંચમા દિવસે ડાઉન

વૅલેન્ટાઇન્સ ડે રોકાણકારોને વધુ ગરીબ બનાવી ગયો, બજાર પાંચમા દિવસે ડાઉન

15 February, 2019 08:56 AM IST |
અનિલ પટેલ

વૅલેન્ટાઇન્સ ડે રોકાણકારોને વધુ ગરીબ બનાવી ગયો, બજાર પાંચમા દિવસે ડાઉન

વૅલેન્ટાઇન્સ ડે રોકાણકારોને વધુ ગરીબ બનાવી ગયો, બજાર પાંચમા દિવસે ડાઉન


શૅરબજારનું ચલકચલાણું  

સળંગ ચાર દિવસની પાંચેક મહિનાની લાંબી નરમાઈ બાદ ગુરુવારે શૅરબજાર ખૂલ્યા પછી તરત રેડ ઝોનમાં આવી ૩૫,૭૯૯ની ઇન્ટ્રા-ડે બૉટમ પછી ૧૫૮ પૉઇન્ટના ઘટાડે ૩૫,૮૭૬ બંધ આવ્યું છે. નિફ્ટી નીચામાં ૧૦,૭૧૦ થઈ ૪૮ પૉઇન્ટની નબળાઈમાં ૧૦,૭૪૬ હતો. આજે ૧૫મીએ શુક્રવાર છે. છેલ્લા ચાર શુક્રવારથી દરેક વખતે કોઈને કોઈ ફ્રન્ટલાઇન કંપનીના શૅરમાં અણધાર્યા મસમોટા કડાકા આવે છે. રોકાણકોરની મૂડીની હજામત થઈ જાય છે. સન ફાર્મા, ઝી ગ્રુપ, વેદાન્તા અને તાતા મોટર્સ પછી હવે આજે કોણ? આ સવાલને લઈને બજારમાં અંદરખાને ઉટા હતો. દિવસ આખો રેડ ઝોનમં રહેલા સેન્સેક્સના ૩૧માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર નરમ હતા. યસ બૅન્ક ૩૧ ટકા જેવી તેજીમાં બન્ને મેઇન આંક ખાતે ટૉપ ગેઇનર હતો. ભારત પેટ્રો અને ઇન્ડિયન ઑઇલ પોણાચાર ટકાની ખરાબીમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યા છે. ભારતી ઍરટેલ ત્રણ ટકા અને ઇન્ફોસિસ બે ટકાની નબળાઈમાં સેન્સેક્સમાં વસ્ર્ટ પર્ફોર્મર હતા. આગલા દિવસે ત્રીસેક ટકાનો ઇતિહાસમાંનો સૌથી મોટો કડાકો નોંધાવનાર ઘ્ઞ્ પાવર ગુરુવારે ૧૨ ગણા કામકાજમાં ૨૧ની મલ્ટિયર બૉટમ બનાવી જબ્બર બાઉન્સબૅકમાં ૩૦ થઈ અંતે ૨૨.૩ ટકાની તેજીમાં ૨૯ રૂપિયા બંધ આવ્યો છે. એ જ પ્રમાણે કંપનીના જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટર અને ઘ્ચ્બ્ના પદથી હર્ષિલ મહેતાએ રાજીનામું આપતાં દીવાન હાઉસિંગ ૧૧૧ નજીકના આગલા બંધ સામે સાડાછ ટકા ગગડી ૧૦૪ થયા પછી સડસડાટ વધતો રહી ૧૩૧ વટાવી ગયો હતો. અંતે ભાવ ૧૫.૭ ટકાના ઉછાળે ૧૨૮ રૂપિયા બંધ હતો. હર્ષિલ મહેતાએ હોદ્દો છોડ્યો, કંપની નહીં. કંપનીના રીટેલ હેડ તરીકે તે ચાલુ રહેવાના છે. ડૉલર સામે નરમાઈમાં રૂપિયો ૭૧.૧૭ થઈ ગયો હોવા છત્તા ત્વ્ શૅરમાં ચમક દેખાઈ નથી. ત્વ્ ઇન્ડેક્સ ૫૬માંથી ૨૯ શૅરની પીછેહઠમાં સવા ટકો ઘટીને બંધ હતો. ઇન્ફોસિસ બે ટકા ઘટી ૭૪૦ રૂપિયા અને વ્ઘ્લ્ ૬.૨ ટકા ઘટીને ૨૦૪૫ રૂપિયા બંધ રહેતાં બજારને ૮૧ પૉઇન્ટ નડ્યા હતા. મેટલ શૅરમાં ગઈ કાલે પ્રમાણમાં મોટી બેતરફી વધઘટ રહી હતી. મેટલ ઇન્ડેક્સ એક તબક્કે તમામ શૅરના ઘટાડામાં બે ટકાથી વધુ પીગળી નવી મલ્ટિયર બૉટમ બનાવવાની નજીક સરક્યો હતો. એ બે ટકાથી વધુનો ઉછાળો દાખવી અંતે નહીંવત્ નરમ જોવાયો છે.



બૅન્કિંગમાં પણ થોડુંક વિચિત્ર વલણ જોવાયું છે. ઉદ્યોગના ૪૧માંથી ૨૭ શૅર પ્લસ હતા. યસ બૅન્કમાં જબ્બર ઉછાળો હતો. એની સાથે ઇન્ડસઇન્ડ બૅન્ક અને ત્ઘ્ત્ઘ્ત્ બૅન્ક જ સવા ટકા અપ હતા. ઍક્સિસ બૅન્ક તથા સ્ટેટ બૅન્ક નહીંવત્ જ નરમ હતા. આમ છતાં બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા જ વધી શક્યો છે. બૅન્કેક્સ પોણો ટકો કે ૨૩૨ પૉઇન્ટ વધ્યો હતો જેમાં યસ બૅન્કનો ફાળો ૩૧૭ પૉઇન્ટનો હતો. ણ્Dજ્ઘ્ બૅન્ક સવા ટકો ઘટી ૨૧૧૩ના બંધમાં સર્વાધિક ૩૫ પૉઇન્ટ હાનિકારક નીવડ્યો હતો. મેટલ ઇન્ડેક્સ બાઉન્સબૅક થવા છતાં નાલ્કો ૪૬ રૂપિયાની ત્રીસેક માસની બૉટમ બનાવી સાડાત્રણ ટકાની ખરાબીમાં ૪૮ના બંધમાં ટૉપ લૂઝર હતો. થ્લ્ષ્ સ્ટીલ ચારેક ટકા વધી ૨૮૧ ઉપર રહ્યો હતો.


બજારની માર્કેટ બ્રેડ્થ નકારાત્મક જ રહી છે. ગઈ કાલે ૧૩૬૨ શૅર ઘટuા હતા, એમાંથી ૨૧૬ શૅર મંદીની સર્કિટમાં બંધ હતા. ૨૮ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા શિખરે ગયા હતા, પણ ૪૪૩ શૅરમાં નવાં ઐતિહાસિક તળિયાં બન્યાં હતાં.

યસ બૅન્કમાં RBIના સર્ટિફિકેટથી તેજી


RBI તરફથી યશ બૅન્ક દ્વારા ૨૦૧૭-’૧૮નાં વર્ષ માટે જારી કરાયેલી બૅલૅન્સશીટનું અસેસમેન્ટ કરીને સબ સલામત હોવાનું જણાવાયું છે. બૅન્કે NPA અને બૅડ લોનની ગણતરી RBIના ધારણાધોરણો મુજબ કરી છે. ઍસેટ્સ ક્વૉલિટીમાં કોઈ ઘાલમેલ કરાઈ નથી. RBIના આ પ્રમાણપત્રની અસરમાં યસ બૅન્કનો શૅર ૧૬૯ના આગલા બંધ સામે ૧૮૬ ખૂલી ઉપરમાં ૨૨૪ ટકા થયો હતો. ઇન્ટ્રા-ડેમાં ૩૨.૩ ટકાનો જમ્પ એ જુલાઈ-૨૦૦૫ પછીની પ્રથમ ઘટના છે. ભાવ અંતે ૩૦.૭ ટકા ઊછળી ૨૨૧ રૂપિયા બંધ રહ્યો હતો. વૉલ્યુમ પોણાપાંચ ગણું હતું. યસ બૅન્કને કારણે ગઈ કાલે બજારને ૯૫ પૉઇન્ટનો તેમ જ રોકાણકારોને ૧૨,૦૧૫ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. બૅન્કેક્સ ગુરુવારે ૧૦માંથી છ શૅરના ઘટાડા વચ્ચે પોણો ટકો વધ્યો હતો. બૅન્ક નિફ્ટી બારમાંથી છ શૅરના સુધારામાં ૦.૩ ટકા પ્લસ હતો. PSU બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા અપ હતો. એના બારમાંથી ૧૦ શૅર વધ્યા હતા. કરુર વૈશ્ય બૅન્ક નબળા પરિણામ પાછળ ખરડાયેલા માનસને બરકરાર રાખતાં ગઈ કાલે ૬૫ રૂપિયાની ૫૮ માસની નીચી સપાટી બતાવી અંતે ૧૫.૩ ટકાના ગાબડામાં ૬૭ રૂપિયા બંધ આવ્યો છે. સપ્ટેમ્બર-૨૦૧૭માં ભાવ ૧૩૪ રૂપિયાની વિક્રમી સપાટીએ તો વર્ષ પૂર્વે ૧૦૫ની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. લક્ષ્મી વિલાસ બૅન્ક ૫૯ માસની ૫૫ રૂપિયાની બૉટમ દેખાડી ચાર ટકા ગગડી ૫૭ રૂપિયા હતો. જુલાઈ-૨૦૧૭માં ભાવ ૧૯૩ રૂપિયાના બેસ્ટ લેવલને અને વર્ષ પૂર્વે ૧૨૭ રૂપિયાના શિખરે હતો.

ONGCમાં દાયકાનું બૉટમ દેખાયું

ગુજરાત સરકારની સાવ ખાડે ગયેલી ઞ્લ્ભ્ઘ્ના ચોપડા ચોખ્ખા કરી સરકારની આબરૂ બચાવવાની કવાયતમાં આ કંપનીને મોદી સરકારે GPSCના ગળામાં પધરાવી દીધી અને ત્યાર પછી બજેટ ખાધ ઘટાડવાના અને ગમે ત્યાંથી નાણાં ઊભાં કરવાની લાયમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમમાંનો સરકારી હિસ્સો ૩૬-૩૭ હજાર કરોડમાં લઈ લેવાની ફરજ પડાઈ એના પરિણામે ONGCની હાલત બગડી ગઈ છે. એક વખતની કૅશ રિચ કંપની આજે દેવાદાર બની ગઈ છે. સરવાળે શૅર ગગડી રહી ગઈ કાલે નીચામાં ૧૨૮ની માર્ચ-૨૦૦૯ પછીની સૌથી ખરાબ સપાટીએ પહોંચી ગયો હતો. ભાવ છેલ્લે એક ટકો ઘટીને ૧૩૨ રૂપિયા રહ્યો છે. ગુરુવારે ત્રિમાસિક પરિણામ તથા ઈન્ટરિમ માટે કંપનીની બોર્ડ મીટીંગ મળવાની હતી. આમ છતાં શૅરમાં માયૂસી પાંચમા દિવસે આગળ વધી હતી. મોદી સરકાર સત્તા ઉપર આવી ત્યારે જૂનના આરંભે શૅરનો ભાવ ૩૨૨ રૂપિયાની આસપાસ એના સર્વેચ્ચ શિખરે હતો. વર્ષ પૂર્વે શૅરમાં ૧૯૧નું લેવલ ચાલતું હતુ. બજારની ધારણા છે કે ડિસેમ્બર ક્વૉર્ટરમાં કંપની નવ ટકા જેવા ઘટાડામાં ૭૪૮૫ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ કરશે. દરમ્યાન BSEનો ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ગઈ કાલે નીચામાં ૧૨,૭૯૫ થઈ અંતે ૨.૧ ટકાના ઘટાડે ૧૨,૮૮૮ રહ્યો છે. એના ૧૦માંથી આઠ શૅર ડાઉન હતા. ઇન્ડિયન ઑઇલ, ભારત પેટ્રોલિયમ, ગેઇલ, ચેન્નઈ પેટ્રોલિયમ જેવા સરકારી શૅર ઘટાડાની આગેકૂચમાં બેથી સાડાચાર ટકા વધુ લપસ્યા હતા. હેવી વેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૨૧૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ દોઢ ટકાની નબળાઈમાં ૧૨૨૫ હતો.

આ પણ વાંચોઃ ટ્રેડ-વૉરનું ભાવિ અધ્ધરતાલ હોવાથી સોનું રેન્જબાઉન્ડ

મેટલ શૅરમાં ઊથલપાથલ

ટ્રેડ-વૉર અને ઘરઆંગણે નબળા ગ્રોથની અસરમાંથી મેટલ ઈન્ડેક્સ વર્ષમાં ૩૪ ટકા ગગડી સોમવારે ૧૦,૦૧૮ની ઐતિહાસિક નીચી સપાટીએ આવી ગયો છે. મેટલ શૅર અવારનવાર પ્રત્યેક ઉછાળા પછી વધુ જોરથી પાછા પડે છે. ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી છ શૅરના ઘટાડે ૧૦,૦૪૫ના તળિયે જઈને અંતે ૦.૨ ટકા પીગળી ૧૦,૨૫૨ બંધ રહ્યો છે. અંતે નાલ્કો, હિન્દાલ્કો, કોલ ઇન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક, તાતા સ્ટીલ જેવા કાઉન્ટર સાધારણથી ત્રણેક ટકા ધોવાયાં હતાં. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૨૬૭૮ની બૉટમ બનાવી ૧૫માંથી ૧૦ શૅરની નબળાઈમાં ૦.૩ ટકા ઘટી ૨૭૩૪ બંધ રહ્યો છે. R.COM, ભારતી ઇન્ફ્રાટેલ, ભારતી ઍરટેલ, એક્સ ઑપ્ટિકલ ફાઇબર, MTNL, તેજસ નેટ, તાતા ટેલિ, તાતા કમ્યુનિકેશન્સ પોણાથી પાંચ ટકાના ઘટાડા સાથે ૧૬માંથી માત્ર ૭ શૅરના સુધારામાં ટેલિકૉમ ઇન્ડેક્સ ગુરુવારે બે ટકા કટ થયો છે. ઑઇલ-ગૅસના ભાર વચ્ચે GMDC, અબાન ઑફશૉર, ગુજરાત ગૅસ, આલ્ફા જીઓ, દીપ ઇન્ડસ્ટ્રીઝ, ગલ્ફ પેટ્રો જેવી જાતો બેથી ત્રણ ટકા ઢીલી હતી. પાવર ઇન્ડેક્સ ફ્લૅટ હતો. ૧૭માંથી ૧૭ શૅર પ્લસ હતા. તાતા પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, ભેલ, અદાણી પાવર, KEC એકથી ચાર ટકા વધ્યા હતા. ટૉરન્ટ પાવર, થર્મેક્સ, JSW એનર્જી‍, NTPC, પાવર ગ્રીડ, કલ્પતરુ પાવર, નૅશનલ હાઇડ્રો એકથી ત્રણ ટકા માઇનસ હતા.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2019 08:56 AM IST | | અનિલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK