૨૦ લાખથી વધુ રકમના ઉપાડ કે જમા માટે પૅન કે આધાર ફરજિયાત

12 May, 2022 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરન્ટ અકાઉન્ટ ખોલાવવા માટે પણ પૅન-આધાર કમ્પલ્સરી આપવાં પડશે

પ્રતીકાત્મક તસવીર

સરકારે નાણાકીય વર્ષમાં ૨૦ લાખ રૂપિયાથી વધુ જમા કરાવવા અથવા ઉપાડવા અથવા ચાલુ ખાતું ખોલવા માટે પૅન નંબર અથવા આધારનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવ્યો છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)એ એક સૂચનામાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં આવી ઉચ્ચ-મૂલ્યની થાપણો અથવા બૅન્કોમાંથી ઉપાડવા અથવા બૅન્ક અથવા તો પોસ્ટ ઑફિસમાં ચાલુ ખાતું કે કૅશ ક્રેડિટ ખાતું ખોલવા માટે પર્મનન્ટ અકાઉન્ટ નંબર (પૅન) અથવા બાયોમેટ્રિક આધાર રજૂ કરવું ફરજિયાત રહેશે.

આ પગલાં પર ટિપ્પણી કરતાં એકેએમ ગ્લોબલ ટૅક્સ પાર્ટનર સંદીપ સેહગલે જણાવ્યું હતું કે આનાથી નાણાકીય વ્યવહારોમાં વધુ પારદર્શિતા આવશે. જ્યાં બૅન્કો, પોસ્ટ ઑફિસો અને સહકારી મંડળીઓએ એક નાણાકીય વર્ષમાં ૨૦ લાખ રૂપિયા કે એથી વધુની ડિપોઝિટ અને ઉપાડના વ્યવહારોની જાણ કરવાની જરૂર પડશે.  

business news