OYOએ શરૂ કર્યો ફ્લેગશિપ CSR પ્રોગ્રામ ઓયો રિચ

13 May, 2019 08:18 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

OYOએ શરૂ કર્યો ફ્લેગશિપ CSR પ્રોગ્રામ ઓયો રિચ

OYOએ શરૂ કર્યો ફ્લેગશિપ CSR પ્રોગ્રામ ઓયો રિચ

દક્ષિણ એશિયાની સૌથી મોટી, ચીનની ટોચની બેમાં સ્થાન ધરાવતી અને વિશ્વની સૌથી વધુ ઝડપથી વિકસતી હોટેલ્સ, હોમ્સ અને લિવિંગ સ્પેસની ચેઇન ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સે આજે એનો ફ્લેગશિપ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રામ ઓયો રિચ જાહેર કર્યો હતો. આ પ્રોગ્રામ શિમલામાં શરૂ થયો હતો, જ્યાં 83 ટકા હોટેલ્સ ઓયોનાં નેટવર્ક અંતર્ગત છે, જે તમામ વરસાદનાં પાણીનાં સંચયની વ્યવસ્થા સાથે સજ્જ છે. આ ટેકનિકનો અમલ કરવાથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો સંચય થઈ શકશે તેમજ એકલા શિમલામાં જ હોટેલ્સની 81,000 લિટર પાણીની જરૂરિયાતની બચત થશે.

શું છે પ્રોગ્રામ?
આ પ્રોગ્રામ અંગે સમજાવતાં ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સનાં ઇન્ડિયા અને સાઉથ એશિયાનાં સીઇઓ આદિત્ય ઘોષે કહ્યું હતું કે, “છેલ્લાં થોડાં વર્ષથી ઉનાળામાં શિમલા પાણીની તંગી અનુભવે છે અને અમને આ સમસ્યાનાં સમાધાનમાં પ્રદાન કરવાનું ગમશે. અમારાં સીએસઆર પ્રોગ્રામ ઓયો રિચનાં ભાગરૂપે અમને શિમલામાં ઓયોની હોટેલ્સમાં વરસાદનાં પાણીનો સંચય કરવાની વ્યવસ્થાઓ સ્વીકારવામાં સહાય કરવાની ખુશી છે. પ્રવાસન ક્ષેત્ર રાજ્યનાં અર્થતંત્રમાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રદાન કરતું ક્ષેત્ર હોવાથી આ પ્રકારની ટેકનિક અપનાવવાથી શિમલાને એનું સૌથી વધુ પસંદગીનાં હિલ સ્ટેશન તરીકેનો દરજ્જો પુનઃપ્રાપ્ત કરવામાં મદદ મળશે તેમજ સાથે સાથે હોટેલ ઉદ્યોગમાં પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા માટે પણ પ્રોત્સાહન આપશે.”

'પ્રવાસીઓને આપશે શ્રેષ્ઠ અનુભવ'
ઓયોમાં આ ટેકનિકલ અપનાવતાં સૌપ્રથમ માલિકોમાં સામેલ અને ઓયો આલ્પાઇન હેરિટેજ હોટેલનાં માલિક શ્રી પુનીત ચોપરાએ કહ્યું હતું કે, “દર વર્ષે ઉનાળામાં શિમલા પાણીની તંગી અનુભવે છે અને ગયા વર્ષે સ્થિતિ વધારે વકરી હતી તેમજ પ્રવાસીઓનાં પ્રવાહને અસર થઈ હતી. અમને ખુશી છે કે, ઓયોએ આખું વર્ષ પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા એસેટનાં માલિકોને સહાય કરવા આ પહેલ હાથ ધરી છે. એનાથી એ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે કે પ્રવાસીઓને હિમાચલ પ્રદેશમાં પ્રવાસનો શ્રેષ્ઠ અનુભવ મળશે.” ઓયો અત્યાધુનિક ટેકનોલોજી અને પ્રથમ પ્રકારની નવીનતાઓનો ઉપયોગ કરીને નાની અને બજેટ હોટેલ્સને આધુનિક બનાવવામાં મોખરે છે.

business news