OYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ બાયબેક કરશે 13,779 કરોડના શૅર

19 July, 2019 05:01 PM IST  |  મુંબઈ

OYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ બાયબેક કરશે 13,779 કરોડના શૅર

ઓયોના સ્થાપક રિતેશ અગ્રવાલ

ઓનલાઈન હોટેલ બિઝનેસ સાથે જોડાયેલી કંપનીએ શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ જાહેરાત કરીને કહ્યું છે કે કંપનીના સ્થાપક રિતેશ અગ્રવાલ લગભગ 14 હજાર કરોડના શૅર બાયબેક કરી રહ્યા છે. કંપનીએ કહ્યું છે કે રિતેશ અગ્રવાલે એક સમજૂતી કરી છે, જેમાં તે પોતાની કૈમેન આઈલેન્ડ રજિસ્ટર્ડ એન્ટિટી, આર એ હોસ્પિટાલિટી હોલ્ડિંગ્સ દ્વારા ઓયોના શરૂઆતના રોકાણકારો પાસેથી 13,770 કરોડના શૅર બાયબેક કરી રહ્યા છે.

ઓયોએ જાહેરાત કરીને કહ્યું તેના જૂના સપોર્ટર્સ લાઈટ સ્પીડ વેન્ચર પાર્ટનર્સ અને સિકોયા ઈન્ડિયા ફાઉન્ડરનો હિસ્સો વધારવા માટે પોતાના શૅર વેચી રહ્યા છે.

કંપનીએ કહ્યું છે,'કંપનીના ફાઉન્ડર અને સીઈઓ રિતેશ અગ્રવાલે આર એ હોસ્પિટાલિટી હોલ્ડિંગ્સના માધ્યમથી 2બિલિયન ડૉલરના પ્રાઈમરી અને સેકન્ડરી મેનેજમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ રાઉન્ડ માટે સમજૂતી કરી છે. કંપનીએ કહ્યું આ રાઉન્ડ માટે ગ્લોબલ ઈન્સ્ટીટ્યુશનલ બેન્કો અને ફાઈનાન્સિયલ પાર્ટર્સ સપોર્ટ કરી રહ્યા છે.'

આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલની કંપનીમાં ભાગીદારી 9-10 ટકાથી વધીને 30 ટકા થઈ જશે.

business news