ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ-નિફ્ટી બન્ને રેડ ઝોનમાં

12 August, 2020 09:47 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ-નિફ્ટી બન્ને રેડ ઝોનમાં

બીએસઈ

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શૅર બજાર ઘટાડા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ સવારે 9.19 વાગ્યે 238.44 અંક ઘટીને 38,168.57ના સ્તર પર આવી ગયા હતા. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 73.70 અંકોના ઘટાડા સાથે 11,248.80 પર હતાં. નિફ્ટીના 50 શૅરોમાંથી 12 શૅર લીલા નિશાન પર અને 38 શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

બુધવારે દિગ્ગજ શૅરોમાં એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, વિપ્રો, હીરો મોટોકૉર્પ અને ટાઈટન આ બધી કંપનીઓના શૅર લાલ નિશાન પર ખુલ્યું છે. તેમ જ ઝી લિમિટેડ, એક્સિસ બેન્ક, હિન્ડાલ્કો, બજાજ ફાઈનાન્સ, જેએસડબલ્યૂ સ્ટીલ, યૂપીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ અને ટાટા સ્ટીલના શૅરમાં ઘટાડો રહ્યો.

sensex nifty bombay stock exchange national stock exchange business news