Share Market: શૅર માર્કેટની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ 61 અંક ઉપર

07 September, 2020 09:37 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: શૅર માર્કેટની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ 61 અંક ઉપર

બીએસઈ

સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ભારતીય શૅર બજારમાં વધારાની સાથે થતી દેખાઈ રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 38,432.95 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,364.90 સુધી ઉછળા છે. સેન્સેક્સ 0.14 ટકા અને નિફ્ટીમાં 0.22 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં મજબૂતીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.29 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.40 ટકાનો વધારો નોંધાયો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.14 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 54.21 અંક એટલે કે 0.14 ટકાના વધારાની સાથે 38411.39 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 24.90 અંક એટલે કે 0.22 ટકા ઉછળીને 11358.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં 0.48-0.05 ટકા ખરીદારી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.73 ટકા ઘટાડાની સાથે 22,842.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં દબાણ જોવા મળી રહ્યુ છે.

દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, ટાટા સ્ટીલ, હિંડાલ્કો, એક્સિસ બેન્ક અને બીપીસીએલ 0.50-4.10 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં યુપીએલ, એમએન્ડએમ, કોટક મહિન્દ્રા બેન્ક, એચસીએલ ટેક, બજાજ ઑટો અને ભારતી એરટેલ 1.19-2.80 ટકા સુધી ઘટ્યા છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news