Opening Bell: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 348 અંક ઉપર

19 October, 2020 09:38 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Opening Bell: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 348 અંક ઉપર

બીએસઈ

આજના સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે સોમવારે શૅર બજાર લીલા નિશાન પર ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 348.55 અંક ઉપર 40331.53ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 116.75 અંકના વધારા સાથે 11,879.20 પર ખુલ્યું છે.

છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર લીલા નિશાન પર બંધ થયું હતુ. સેન્સેક્સ 254.57 અંક ઉપર જઈને 39982.98ના સ્તર પર બંધ થયું હતું અને નિફ્ટી 82.10 અંકના વધારા સાથે 11762.45ના સ્તર પર બંધ થયું હતું.

આજના પ્રમુખ શૅરોમાં એસબીઆઈ લાઈફ, ડૉ રેડ્ડી, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ અને ઓએનજીસીના શૅરની શરૂઆત લીલા નિશાન પર ખુલ્યું છે. તેમ જ એક્સિસ બેન્ક, ગ્રાસિમ, ટીસીએસ, સિપ્લા અને આઈસીઆઈસીઆઈ બેન્કની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, રિયલ્ટી, આઈટી અને શેરોમાં 0.04-1.51 ટકા ઉછાળાની સાથે જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 1.45 ટકા મજબૂતીની સાથે 23,875.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા શેરોમાં નબળાઈ છે.

દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, એનટીપીસી, ગેલ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોલ ઈન્ડિયા અને એક્સિસ બેન્ક 1.84-4.01% સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં યુપીએલ, ટીસીએસ, ડિવિઝ લેબ, સિપ્લા, હિરો મોટોકૉર્પ, આઈશર મોટર્સ, ગ્રાસિમ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 0.27-1.49% સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં ફેડરલ બેન્ક, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, આરબીએલ બેન્ક, ઑયલ ઈન્ડિયા અને આદિત્ય બિરલા એશન 4.88-1.96% સુધી ઉછળા છે. જ્યારે એલએન્ડટી ઈન્ફોટેક, જુબિલન્ટ ફુડ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, બાયોકૉન અને જએસડબ્લ્યુ એનર્જી 2.17-1.02% ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં ઈન્ડિયાબુલ્સ, આઈએસએલ, ટાટા કોમ્યુનિકેશન, ગોદાવરી પાવર અને અંબર એન્ટરપ્રાઈઝ 10-4.94% સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં હાથવે કેબલ, રોયલ ઑર્કિડ, એનઆર અગ્રવાલ, હેલ્થકેર ગ્લોબલ અને સુવેન ફાર્મા 4.94-3.8% સુધી તૂટ્યા છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange