Opening Bell: સેન્સેક્સ 46000ની પાર, નિફ્ટી 13500ની નજીક પહોંચ્યું

23 December, 2020 09:45 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Opening Bell: સેન્સેક્સ 46000ની પાર, નિફ્ટી 13500ની નજીક પહોંચ્યું

બીએસઈ

આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે બુધવારે શૅર બજારમાં ઘટાડો થયો હતો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 55.68 અંકના ઘટાડા સાથે 45951.01ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 19.80 અંક નીચે 13446.50ના સ્તર પર ખુલ્યું છે. મંગળવારે શૅર બજાર દિવસભરના ઉતાર-ચઢાવ બાદ લીલા નિશાન પર બંધ થયું હતું. સેન્સેક્સ 452.73 અંકોની તેજી સાથે 46006.69ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 137.90 અંકના વધારા સાથે 13466.30ના સ્તર પર બંધ થયું હતું.

આજે શરૂઆતના કારોબાર દરમિયાન પ્રમુખ શૅરોમાં વિપ્રો, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને આઈઓસીના શૅર લીલા નિશાનમાં ખુલ્યું છે. તેમ જ ડિવિસ લેબ, હિન્ડાલ્કો, હીરો મોટોકૉર્પ, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને એમએન્ડએમના શૅર લાલ નિશાન પર ખુલ્યું છે.

છેલ્લા કારોબારી દિવસ શૅર બજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. સેન્સેક્સ 166.03 અંકની તેજી સાથે 45719.99ના સ્તર પર ખુલ્યું હતું. તેમ જ નિફ્ટી 51.10 અંક ઉપર 13379.50 સ્તર પર ખુલ્યું હતું.

business news sensex nifty national stock exchange bombay stock exchange