ફક્ત એક ભૂલ અને ખાલી થઈ જશે તમારું બેન્ક અકાઉન્ટ

19 June, 2019 08:05 PM IST  |  દિલ્હી

ફક્ત એક ભૂલ અને ખાલી થઈ જશે તમારું બેન્ક અકાઉન્ટ

જો તમારા મોબાઈલ નંબર પર કે ઈમેલ પર આવકવેરા રિફંડને લગતો કોઈ મેસેજ આવે તો તેને ઓપન કરતા પહેલા આ મેસજ કોણે મોકલ્યો છે, તે બરાબર તપાસી લો. આ એક ફિશિંગ ઈ મેઈલ કે ફ્રોડ મેસેજ હોઈ શકે છે. શક્ય છે કે આ મેસેજની લિંક પર ક્લિક કરવા માટે કોઈ તમને પ્રેરિત કરતું હોય અને તમારી બેન્ક ડિટેઈલ પણ સરકાવી શકે છે. આવી સ્થિતિમાં તમારે ક્યારે પર્સનલ ડિટેઈલ્સ શૅર ન કરો, નહી તો તમને મોટું નુક્સાન થઈ શકે છે. સામાન્ય રીતે જ્યારે ITR ફાઈલિંગની સમય સીમા પૂરી થાય ત્યારે જ આવી હેકર્સ આવક વેરા વિભાગના નામે કરદાતાઓને મેસેજ મોકલીને પોતાનો શિકાર બનાવે છે.

ITR રિફંડના નામે ફ્રોડ

ઘણી વાર એવું થાય છે કે ટેક્સ પેયરે આવક વેરા વિભાગને વધુ વેરો ચૂકવી દીધી હોય. આવકવેરા વિભાગ આ વદારાનો ટેક્સ રિફંડ તરીકે પાછો આપે છે. ફ્રોડ કરનાર હેકર્સ તેનો જ ફાયદો ઉઠાવ છે અને ટેક્સ પેયર્સને ટેક્સ રિફંડના બોગસ મેસેજ મોકલીને ઠગી લે છે. આવા હેકર્સ આવક વેરા વિભાગ જેવા જ મેઈલ આઈડીથી કરદાતાઓને નકલી મેઈલ કરે છે, તો કેટલાક લોકો ITRના નામે નકલી મેસેજ મોકલીને ઠગી લે છે.

સ્પામ લિંકથી ઠગે છે હેકર્સ

આવકવેરા વિભાગ હંમેશા આવા મેઈલ અને મેસેજ અંગે ગ્રાહકોને સાવચેત કરતું આવ્યું છે, તેમ છતાંય દર વર્ષે મોટી સંખ્યામાં ફ્રોડના કેસ સામે આવે છે. સામાન્ય રીતે આ ઈમેઈલ્સ અને મેસેજિસમાં લખેલું હોય છે કે,'ગ્રાહકને રિફંડની મંજૂરી આપી દેવાઈ છે, આ લિંક પર ક્લિક રીને તમારી જરૂરી માહિતી આપો.' ગ્રાહકો ફ્રોડ કરનારની આ ફિશિંગ ટ્રીકમાં ફસાઈ જાય છે અને લિંક પર ક્લિક કરી દે છે. આ લિંક એક સ્પામ હોય છે. જેનો ઉપયોગ હેકર્સ ગ્રાહકની બેન્કની પર્સનલ માહિતી મેળવવા માટે કરે છે. તેઓ ગ્રાહકની અંગત માહિતી મેળવીને ઈ ફાઈલિંગ ક્રેડેન્શિયલ્સનો દુરુપયોગ કરે છે. પછી તે માહિતી ઈન્ટરનેટ પર વેચી દે છે.

આવકવેરા વિભાગ નથી માંગતું પર્સનલ ડિટેઈલ્સ

આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેઓ ક્યારેય ગ્રાહકોના પિન, ઓટીપી, ક્રેડિટ/ડેબિટ કાર્ડની ડિટેઈલ્સ અથવા પાસવર્ડ નથી માગતા. આવકવેરા વિભાગ દ્વારા બેન્કના ખાતા સંબંધિત કોઈ પણ માહિતી ઈ મેઈલ, એસએમએસ, કે ફોન કૉલ દ્વારા માગવામાં નથી આવતી કારણ કે આ માહિતી આવકવેરા વિભાગ પાસે પહેલેથી જ હોય છે.

આ પણ વાંચોઃ તમે ગમે ત્યારે ઉપાડી શકો છો PFની પૂરી રકમ, આટલું રાખો ધ્યાન

આ રીતે બચો

આવકવેરા વિભાગે કરદાતાઓને ચેતવણી આપી છે કે આવા કોઈ પણ SMS, ફોન કોલ કે ઈમેઈલનો જવાબ ન આપો. જો તમને આવો કોઈ મેઈલ કે મેસેજ મળે તો webmanager@incometax.gov.in અને event@cert-in.org.in પર મોકલી દો. ધ્યાન રાખો કે આ પ્રકારના મેસજ કે ઈમેઈલ આઈડીમાં ડોમેઈન નેમ તેમજ મોકલનારના નામમાં સ્પેલિંગની ભૂલ હોય છે, અથવા સરખું નામ હોય છે.

business news